shivinder-sues-malvinder-and-former-religare-boss-godhwani-baba-devotee-singh-family
  • Home
  • Business
  • 22,500 કરોડ ગુમાવનારા ટોચના બિઝનેસ પરિવારનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો

22,500 કરોડ ગુમાવનારા ટોચના બિઝનેસ પરિવારનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો

 | 10:38 am IST

રૈનબક્સીના સિંહ બંધુઓ એક દશકાથી પણ ઓછા સમયમાં લગભગ 22,500 કરોડ ગુમાવી ચુક્યા છે. હવે પૈસાના આ ખેલમાં અંદરો અંદર ઝઘડાઓ શરૂ થયા છે. શિવિંદર સિંહે તેના મોટાભાઈ મલવિંદર રેલિગેયરના પૂર્વ સીઈઓ સુનીલ ગોધવાનીને કોર્ટમાં ઘસડી ગયા છે. એવુ લાગી રહ્ય છે કે ભારતમાં કોર્પોરેટ જગતમાં બીજા એક પરિવારમાં ઝઘડાઓ શરૂ થયા છે.

શિવિંદરે એક નિવેદન આપતા જણાવ્યુ હતુ કે હું મારા ભાઇથી અલગ થઈ મારો અલગ રસ્તો શોધી રહ્યો છું. તેમણે આરોપ લગાવ્યો હતો કે મલવિંદર અને ગોઝવાનીએ સતત તેમની કંપનીના શેરધારકોના હિતોને નુકશાન થાય તેવી પ્રવૃતિઓ કરી છે. ગોધવાની સિંહ પરિવારનો ખુબજ અંગત ગણાય છે. એક સમયે તે ત્રીજો ભાઈ ગણાતો હતો. છેલ્લા કેટલાક સમયથી મતભેદ વણસતા મામલો બીચક્યો છે.

આપને જણાવી દઇએ કે ક્યારેક દેશની સૌથી મોટી દવાની કંપની ગણાતી રૈનબક્સીના માલિક સિંહ બંધુઓના પરિવારમાં પંજાબના એક સંતનો ખુબ જ પ્રભાવ છે. વર્ષ 2008માં તેમણે તેમની કંપની વેચી ત્યારે તેમની પાસે 9,576 કરોડની રોકડ હતી. પણ એક દશકામાં તેમના પર લગભગ 13,000 કરોડનું દેવુ થયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન