શિવલિંગ આપોઆપ પ્રગટ થતાં અને નામ પડયું રામનાથ ઘેલા - Sandesh
  • Home
  • Astrology
  • શિવલિંગ આપોઆપ પ્રગટ થતાં અને નામ પડયું રામનાથ ઘેલા

શિવલિંગ આપોઆપ પ્રગટ થતાં અને નામ પડયું રામનાથ ઘેલા

 | 2:01 am IST

। સુરત ।

પવિત્ર શ્રાવણની ઝાકમઝોળ વચ્ચે શહેરના શિવાલયોમાં શિવભક્તોની ચહલપહલ વધી ગઇ છે. શ્રાવણના આ પવિત્ર અવસરે ઉમરા ગામના રામનાથ ઘેલા મહાદેવ મંદિરના મહાત્મ્યમાં ઓર વધારો થઇ જાય છે. જાણીને આશ્ચર્ય થાય કે, આ મંદિરમાં દર વર્ષે પોષવદ એકાદશીએ મહાદેવને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. એટલું જ નહીં, ભગવાન રામે અહીં પિતાની તર્પણવિધિ કરી હોવાની માનતા સાથે જ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ પડયું છે.

ઉમરા ગામમાં તાપી નદીના કિનારે આવેલું રામનાથ ઘેલા મંદિર પૌરાણિક હોવાની સાથે જ આ શિવાલયનો મહિમા અનેરો છે. આ રામનાથ ઘેલા મહાદેવના મંદિરની બે વાતો ખૂબ જ જાણીતી છે. તેમાં એક વાત એ છે કે, અહીં આશરે હજારો વર્ષ પૂર્વે જ્યારે જંગલ હતું ત્યારે ભગવાન રામચંદ્ર આવ્યા હતા.

અહીં આવ્યા પછી પિતા દશરથના મૃત્યુના સમાચાર સાંભળી તેમને લૌકિક વિચાર કર્યો કે મારે તાપી માતાની સાક્ષીમાં પિતાની તર્પણવિધિ કરવી જોઇએ. રામનાથ ઘેલા મહાદેવ મંદિર જે સ્વયંભૂ લિંગ છે એ જ જગ્યાએ રામે તીર માર્યુ અને લિંગ આપોઆપ પ્રગટ થયું. આ જોઇ રામ ઘેલા ઘેલા થઇ ગયા અને ત્યાંથી મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડયું હોવાની માનતા છે.

;