Shivraj Chouhan, Raman Singh, Vasundhara Raje Appoints as BJP vice presidents
  • Home
  • India
  • 2019 પહેલા જ હવે શિવરાજ, રમણસિંહ, વસુંધરા નવી મોટી જવાબદારીઓ સાથે મેદાનમાં

2019 પહેલા જ હવે શિવરાજ, રમણસિંહ, વસુંધરા નવી મોટી જવાબદારીઓ સાથે મેદાનમાં

 | 10:03 pm IST

ભારતીય જનતા પાર્ટીએ શિવરાજસિંહ ચૌહાણ, ડો.રમણસિંહ અને વસુંધરા રાજેની પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદે વરણી કરી છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. શિવરાજ 13 વર્ષ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, રમણસિંહે 15 વર્ષ છત્તીસગઢનું મુખ્યપ્રધાનપદ સંભાળ્યું છે તો વસુંધરા પાંચ વર્ષ સુધી રાજસ્થાનના મુખ્યપ્રધાન હતા.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપના પરાજય પછી ભાજપે આ ત્રણેય નેતાઓને તેમના રાજ્યોમાં વિરોધપક્ષના નેતા નહોતા બનાવ્યા. ત્યારથી જ ચર્ચા હતી કે આ ત્રણેય નેતાઓને કેન્દ્રમાં જવાબદારી સોંપવામાં આવશે.

એક મહિના પહેલાં ત્રણેય નેતાઓ પોતપોતાના રાજ્યમાં સત્તા ગુમાવવી પડી હતી. હવે લોકસભા ચૂંટણીના બે – ત્રણ મહિના પહેલાં ભાજપે ત્રણેય નેતાને પક્ષની કેન્દ્રીય જવાબદારી સોંપવા નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી પહેલાં પક્ષીય માળખામાં થયેલા આ ફેરફારને મહત્વના મનાઈ રહ્યા છે. ત્રણેય પૂર્વ મુખ્યપ્રધાનને હવે સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણેય નેતા અનુભવી છે અને સરકાર સંચાલનના દાવપેચ જાણે છે.