Shivraj Singh Chouhan Will Do Maun Vrat On Monday
  • Home
  • Featured
  • ઇમરત દેવીને કમલનાથે ‘આઇટમ’ કહેતા શિવરાજ લાલઘૂમ, સોમવારના ‘મૌન ધરણા’ કરશે

ઇમરત દેવીને કમલનાથે ‘આઇટમ’ કહેતા શિવરાજ લાલઘૂમ, સોમવારના ‘મૌન ધરણા’ કરશે

 | 10:20 pm IST

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) દિગ્ગજ કૉંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ કમલનાથ (Kamal Nath)ના ભાજપના ઉમેદવાર ઇમરત દેવીને ‘આઇટમ’ કહેવા પર બીજેપી સંપૂર્ણ તાકાત સાથે પ્રહાર કરી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)થી લઇને તમામ મોટા નેતાઓએ કમલનાથના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને હવે આ નિવેદનને લઇને બીજેપી પ્રદેશમાં મૌન વ્રત કરશે. ભોપાલમાં સીએમ શિવરાજ અને ગ્વાલિયર ભાજપા પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા મૌન વ્રત કરશે, જ્યારે પ્રદેશભરમાં બીજેપીના કાર્યકર્તાઓ મૌન વ્રત રાખશે. આ મૌન વ્રત 2 કલાક માટે રાખવામાં આવશે.

પાર્ટી કાર્યકર્તાઓની સાથે મૌન વ્રત કરશે શિવરાજ

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સરકારની મહિલા મંત્રી ઇમરત દેવી વિશે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ટિપ્પણીના વિરોધમાં સોમવારના મૌન વ્રત રાખશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલમાં જૂની વિધાનસભા મિંટો હૉલની પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર અને પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા ગ્વાલિયરના ફૂલબાગમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે મૌન વ્રત કરશે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ટિપ્પણીનો વિરોધ દર્શાવવા અને આ સંબંધમાં જનજાગરણ માટે ભારતીય જનતા પાર્ટીએ સોમવારના આખા પ્રદેશમાં એક સાથે મૌન વ્રત કરવાનો નિર્ણય લીધો છે.

ભાજપા પેટા ચૂંટણીમાં ગંદી રાજનીતિ કરી રહી છે – કૉંગ્રેસ

કમલનાથની ટિપ્પણીને લઇને બીજેપી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ચુકી છે. બીજેપી ચૂંટણી પંચ પાસે માંગ કરી રહી છે કે આ ટિપ્પણી બાદ કમલનાથના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ લગાવવામાં આવે. કૉંગ્રેસ નેતાઓ તરફથી હવે કમલનાથના આ નિવેદનને લઇને પ્રતિક્રિયા આવી રહી છે. કૉંગ્રેસનું કહેવું છે કે કમલનાથે ઇમરત દેવીનું નામ નથી લીધું. ભાજપા પેટા ચૂંટણીમાં ગંદી રાજનીતિ કરી રહી છે. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કમલનાથના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો.

કૉંગ્રેસે પોતાની સામંતવાદી વિચારધારા ફરી બતાવી- શિવરાજ

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ‘કમલનાથ જી! ઇમરતી દેવી એ ગરીબ ખેડૂતની દીકરીનું નામ છે જેમણે ગામમાં મજૂરી કરવાથી શરૂઆત કરી અને આજે જનસેવક તરીકે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપી રહી છે. કૉંગ્રેસે મને ભૂખ્યો કહ્યો અને એક મહિલા માટે ‘આઇટમ’ શબ્દનો ઉપયોગ કરીને પોતાની સામંતવાદી વિચારધારાને ફરી ઉજાગર કરી દીધી.

આ વિડીયો પણ જુઓ: હિંમતનગરના ગઢામાં બે જૂથ વચ્ચે અથડામણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન