Shivranjani Cross Road At Police Fined Of 1500 to Ahmedabadi Girl to Wrong Side
  • Home
  • Ahmedabad
  • અમદાવાદી યુવતીનો ફાટ્યો 1500નો મેમો, પર્સ ખોલ્યું અને શરમાયને એવી વાત કરી કે પોલીસ તો…

અમદાવાદી યુવતીનો ફાટ્યો 1500નો મેમો, પર્સ ખોલ્યું અને શરમાયને એવી વાત કરી કે પોલીસ તો…

 | 12:30 pm IST

કેન્દ્ર સરકારના આજથી નવા મોટર વાહન વ્હીકલનો અમલ આજથી શરૂ થયો છે. ગુજરાતમાં ભારે વિરોધ બાદ સીએમ વિજય રૂપાણીએ કેટલાક નિયમોમાં છૂટછાટ પણ આપી છે. પરંતુ તેમ છતાં અમદાવાદીઓ સહિત ગુજરાતના નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

બીજી બાજુ પોલીસ વડાએ કોઇની સાથે દલીલમાં ન ઉતરવાની સલાહ આપી છે. સરકારે એક બાજુ કાયદાનો અમલ તો કરાવી દીધો પરંતુ પીયુસી, વીમો, લાયસન્સ, આરસીબુકને લઇને યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

અમદાવાદમાં આજે એક સાંભળીને મઝા પડી જાય તેવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય તેવી યુવતીનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત તાલુકામાં તમામ ચાર રસ્તાઓ પર પોલીસે નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે.

અમદાવાદમાં આજે એક યુવતીનો મઝેદાર ઘટના સામે આવી હતી. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી પસાર થઇ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તેને રોકી હતી. ત્યારબાદ તેની પાસે યોગ્ય દસ્તાવેજો માંગ્યા હતા. સાથે રૉંગ સાઇટમાં આવવાના કારણે યુવતીને રોકીને 1500નો દંડ ફટકાર્યો હતો. યુવતી પહેલા તો દંડ સાંભળી ડઘાઇ ગઇ હતી. તેને ઘણા કાલાવાલા કર્યો પણ ટ્રાફિક પોલીસ ટસની મસ થઇ નહોતી. અમદાવાદની યુવતીએ જણાવ્યું કે, સાહેબ મારી પાસે માત્ર 200 રૂપિયા છે. તો હું 1500 રૂપિયાનો દંડ ક્યાંથી ભરું?

બીજી બાજુ યુવતીએ અમદાવાદીઓના એકથી એક ચઢીયાતા બહાના પ્રમાણે જણાવ્યું કે, મારી નજીકમાં ઓફિસ છે, જેથી આખું ફરીને જવું પડે છે. તેથી હું શોર્ટકટમાં રૉંગ સાઇડમાંથી પસાર થઇ હતી. ત્યારે મને પોલીસે રોકી હતી.

યુવતીએટ્રાફિકના અધિકારીઓને જણાવ્યું કે, મને ખ્યાલ છે આજથી નવો નિયમ લાગુ થયો છે. મને 1500 રૂપિયાનો દંડ ખુબજ મોંઘો પડે છે. અત્યારે મારી પાસે 200 રૂપિયા છે. તો હું 1500 રૂપિયા ક્યાંથી ભરું. ઘરે પણ ફોન કર્યો છે પણ બધા કામમાં છે, હવે કોણ આવે કોણ નહિં, બાકી હાલ અહીંયા જ ઉભી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત અનેક જગ્યાએ નવા ટ્રાફિકના નિયમને લઇને હોબાળાની સાથે વિરોધ, ગુસ્સો અને નારાજગી જોવા મળી છે.

આ પણ જુઓ વીડિયો: વડોદરામાં ટ્રાફિક પોલીસે પોલીસને જ ફટકાર્યો મોટો દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન