ShivSena attack on Central Government Minister before Election
  • Home
  • Featured
  • ચૂંટણી પહેલા શિવસેનાનો કેન્દ્ર પર જોરદાર હુમલો, કહ્યું- મોદી-શાહ સારું કામ કરી રહ્યા છે પરંતુ…

ચૂંટણી પહેલા શિવસેનાનો કેન્દ્ર પર જોરદાર હુમલો, કહ્યું- મોદી-શાહ સારું કામ કરી રહ્યા છે પરંતુ…

 | 9:45 pm IST

શિવસેનાએ શનિવારે બેરોજગારી અને આર્થિક મુદ્દે કેન્દ્ર સરકારની ઉગ્ર આલોચના કરી છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલની અર્થવ્યવસ્થાની સ્થિતિ, બેરોજગારી અને ઓટો સેક્ટરમાં આવેલી મંદી અંગે કટાક્ષ કર્યો હતો.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખાયું કે વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શાનદાર કામ કરી રહ્યાં છે પરંતુ તેમના મંત્રીઓ અર્થવ્યવસ્થા અને રોજગારની બગડતી જતી સ્થિતિ પર હાસ્યાપદ નિવેદન આપીને તેમનું કામ અઘરું બનાવી રહ્યાં છે. આર્થિક સ્થિતિ અને રોજગારી અંગે સવાલ ઊઠી રહ્યો છે.

શિવસેનાએ કહ્યું કે આપણા મંત્રી વિજ્ઞાનને આધારે દેશ બદલવાની વાત કરી રહ્યાં છે પરંતુ શું તેમનું સંશોધન લાખો લોકોને રોજગારી આપી શકે. મુંબઈ મહારાષ્ટ્ર મેટ્રો રેલના ઉદ્ઘાટન પર મુખ્યપ્રધાને કહ્યું હતું કે દરરોજ આ ટ્રેનથી ૬૦ લાખ લોકો સફર કરી શકશે. શું તેનાથી રોજગારી વધશે અને ઓટો સેલ્સમાં ઘટાડો આવશે. પારલેજીના વેચાણમાં પણ ઘટાડો થયો છે. 10 હજાર લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. શું તેનો અર્થ એવો કે બાળકોએ બિસ્કિટ ખાવાનું છોડી દીધું અને તેઓ પબજી રમવામાં બિઝી છે.

વધુ ઉમેરતા શિવસેનાએ લખ્યું કે વેપારીઓ, ખેડૂતો અને કર્મચારીઓએ પોતાની આવકનું સાધન ગુમાવી દીધું છે. આ ન્યૂટન કે આઇસ્ટાઇન સંબંધિત મામલો નથી. આ વાત મનમોહનસિંહે પણ કહી હતી. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં મંદી છે પરંતુ દેશે જોયું છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારામન આ સ્વીકારવા તૈયાર નથી. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં તેના પ્રમુખ ગઠબંધન સહયોગી શિવસેનાને 106 સીટોની રજૂઆત કરી. જોકે હવે એવું લાગી રહ્યું છે કે શિવસેના 120થી ઓછી સીટ સ્વીકાર કરશે નહીં.

આ વીડિયો પણ જુઓ: તૂટેલા રોડ રસ્તા મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન