Shivsainik Raise Slogans While Devendra Fadnavis Leaves Memorial Service Of Balasaheb
  • Home
  • Assembly Election
  • બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસૈનિકોએ કર્યું ગેરવર્તન

બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસૈનિકોએ કર્યું ગેરવર્તન

 | 5:17 pm IST

શિવેસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેની સ્મૃતિ સભામાં શિવસેના ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા પણ શ્રદ્ધાંજલિ આપવા પહૉંચ્યા હતાં. કાર્યક્રમમાં શામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપીને પાછા ફરતા શિવસૈનિકો તરફથી કડવો અનુંભવ થયો હતો. શિવસૈનિકોએ દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ નારેબાજી કરી હતી.

આજે સવારે જ ટ્વિટ કરી ફડણવીસે બાળાસાહેબના સ્વાભિમાનના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો જેનો શિવસેના સાંસદ સંજય રાઉતે પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

મુંબઈના શિવાજી પાર્કમાં આયોજીત સ્મૃતિ સભામાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતાં.  બાલાસાહેબને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જ્યારે ફડણવીસ કાર્યક્રમ સ્થળથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમને શિવસૈનિકો તરફથી નારેબાજીનો સામનો કરવો પડ્યો હતો. શિવસેનાના કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતાં કે – ‘સરકાર કિસકી? શિવસેના કી’. આ કાર્યક્રમમાં ફડણવીસ ઉપરાંત પંકજા મુંડે અને વિનોદ તાવડે પણ શામેલ હતાં.

આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને ટોણોં મારતા રવિવારે ટ્વિટ કરી હતી જેમાં તેમણે બાળા સાહેબના સ્વાભિમાનનો સંદેશ આપવાની વાત કરી હતી. જેનો જવાબ શિવસેનાના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે શિવાજી પાર્કમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સેનાને કોઈ સ્વાભિમાન અને સમઝદારે ના શિખવાડે.  તેમણે વાયદો કર્યો હતો કે સેના ટૂંક સમયમાં  જ સરકાર બનાવશે અને બાળાસાહેબને શિવસેનાનો સીએમ બનાવવાનો જે વાયદો કરવામાં આવ્યો હતો તેને પુરો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન