ShivSena targets modi government after 4 jawans killed in J&K
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શહીદોને લઈને શિવસેનાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ !!!

શહીદોને લઈને શિવસેનાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ !!!

 | 5:32 pm IST

ઉત્તર કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘુસણખોરીને નિષ્ફળ બનાવતાં ભારતીય સેનાના મેજર અને ત્રણ જવાનો શહીદ થયા છે. અધિકારીઓ તરફથી મળી રહેલી માહિતી અનુસાર બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ઘટના પછી કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકારના સહયોગી શિવસેનાએ ભારે નિંદા કરી છે. શિવસેના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં જેટલાં જવાનો શહીદ થયા છે, તેટલાં છેલ્લા 50 વર્ષમાં પણ નથી થયા.

શહીદોમી ઓળખ મેજર કેપી રાણે, હવલદાર જૈમી સિંહ અને વિક્રમજીત તથા રાઈફલમને મનદીપ તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, 8 લોકોનો એક સમૂહ ઘુસણખોરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં ચાર પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરમાં ભાગી ગયા છે.

તમામ ઈનપૂટ્સના આધારે મંગળવારે સવારે સેનાના જવાનોએ બાંદીપોરાના ગુરેજ સેક્ટર સાથે અડીને આવેલી નિયંત્રણ રેખા નજીક બખ્તૂર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સેનાના જવાનોએ નિયંત્રણ રેખા પર 8 આતંકવાદીઓના એક જુથના ઘુષણખોરીના પ્રયાસની ભાળ મેળવી લીધી હતી. સેનાએ આતંકવાદીઓને સરેંડર કરવા કહ્યું. પરંતુ આત્મઘાતી હુમલાખોરોના જુથમાં શામેલ આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું, ત્યાર બાદ સેનાની 36મી રાઈફલ્સ અને ગ્રેનેડિયર્સના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં હતાં.

સેનાએ હાથ ધર્યું મોટું સર્ચ ઓપરેશન
પરંતુ જવાબી કાર્યવાહીમાં સેનાના એક મેજર અને અન્ય ત્રણ જવાનો શહીદ થઈ ગયાં. આ કાર્યવાહી બાદ સેનાની અનેક ટીમો ગુરેજ સેક્ટરમાં રવાના કરવામાં આવી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.