Shloka Mehta looks casually chic in her Instagram, See picture
  • Home
  • Featured
  • શ્લોકા મહેતા સાસુ નીતા અંબાણીના પગલે, ગરીબોને ભોજન કરાવતાં ચડ્યા નજરે, Photos

શ્લોકા મહેતા સાસુ નીતા અંબાણીના પગલે, ગરીબોને ભોજન કરાવતાં ચડ્યા નજરે, Photos

 | 9:53 am IST

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પૂત્રવધુ શ્લોકા મહેતા હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. નીતા અંબાણી તેના સામાજીક કાર્યોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેમના નકશા કદમે આકાશની પત્ની અને શ્લોકા મહેતા સોશિયલ મીડિયા પર કામ કરતા દેખાઈ રહ્યા છે. શ્વોકાએ ધીરૂભાઈ અંબાણીની જન્મતિથિ પર ગરીબ બાળકોને ભોજન કરાવ્યુ હતુ. તેમની સાથે સમય વિતાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર તેમના આ ફોટાઓએ હાલ ધૂમ મચાવી હતી. શ્લોકાની કેટલીક લાક્ષણિક તસવીરો જોવા જેવી છે. શ્લોકા આમ પણ સાદગી અને સુંદરતાની મિસાલ છે. સોશિયલ ફંક્શન હોય કે કોઈ પણ કાર્યક્રમ શ્લોકા હવે છલાયેલી જ રહે છે. નીતા અંબાણી જે રીતે ઘર પરિવાર અને સામાજીક જવાબદારી નિભાવતાની સાથે સાથે પોતાનું એક અલગ જ ચુંબકીય વ્યક્તિત્વ ઉભુ કર્યુ છે શ્લોકા પણ હવે તે જ રસ્તે આગળ વધી રહી છે.

દિગ્ગજ બિઝનેસમેનના પરિવારથી આવતી હોવાથી શ્લોકાએ તો બચપનથીજ સુખ અને વૈભવ જોયો છે. અંબાણી પરિવાર સાથે બચપનથી જ શ્લોકાનો નાતો રહ્યો છે. નીતા અંબાણીની પુત્રી ઈશા તેની ખાસ બહેનપણી હોવાથી આકાશ સાથે શ્લોકા બચપનથી જોડાયેલી છે.

અંબાણી પરિવાર ભારતીય સંસ્કૃતિને ખુબજ માને છે. તેના આ સંસ્કારોનું સિંચન પેઢી દરપેઢી ચાલ્યું આવે છે. શ્લોકાના આ ફોટાઓએ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન