Shoaib Akhtar spoke on sushant singh rajput, has not seen Confident
  • Home
  • Sports
  • Cricket
  • દુ:ખ વ્યક્ત કરવાને બદલે શોએબ અખ્તરે સુશાંતની કમી બતાવી, સલમાન માટે આપ્યું મોટું નિવેદન

દુ:ખ વ્યક્ત કરવાને બદલે શોએબ અખ્તરે સુશાંતની કમી બતાવી, સલમાન માટે આપ્યું મોટું નિવેદન

 | 4:24 pm IST

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને દુનિયાને અલવિદા કહ્યું હતું. સુશાંતે પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતે ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યું છે. જો કે, હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સુશાંતના મોત પાછળના ચોક્કસ કારણોની શોધ કરી રહી છે.

સુશાંતને લઈ શોએબ અખ્તરનું મોટું નિવેદન:

જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સુશાંતના ફેન સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. ત્યાર હવે આ દરમિયાન પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર શોએબ અખ્તરે સુશાંત પર મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે 2016માં ભારતમાં સુશાંત સાથે થયેલ મુલાકાતને યાદ કરી કહ્યું કે તે સમય સુશાંતમાં તેણે વધુ આત્મવિશ્વાસ દેખાયો નહોતો. અખ્તરે કહ્યું કે તે સમય સુશાંતને રોકી તેના જીવનના અનુભવો અંગે વાત કરવી જોઈતી હતી. શોએબ અખ્તરે તેના યુટ્યુબ ચેનલ પર આ વાત કહી છે.

2016માં થઈ હતી મુલાકાત:

શોએબ અખ્તરે ચેનલ પર કહ્યું કે વર્ષ 2016માં જ્યારે તે ભારતથી પરત ફરી રહ્યો હતો ત્યારે મુંબઈની એક હોટલમાં તે સુશાંતને મળ્યો હતો. અખ્તરે કહ્યું કે,‘સાચું કહું તો મને તેમનામાં વધુ આત્મવિશ્વાસ દેખાયો નહોતો. તેઓ મારી નજીકથી માથું ઝુકાવીને નીકળી ગયા હતા. તે સમયે મારા એક મિત્રે કહ્યું કે તેઓ એમ.એસ.ધોનીની ફિલ્મમાં ધોનીની ભૂમિકા ભજવી રહ્યા છે.’


શોએબ અખ્તરે કહ્યું કે,‘તે સમય મે વિચાર્યું કે મારે સુશાંતની એક્ટિંગ જોવી જોઈએ. તે ખૂબ જ વિનમ્ર બેકગ્રાઉન્ડથી સંબંધ ધરાવે છે અને એક શાનદાર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મ સફળ થઈ.’ અખ્તરે કહ્યું કે,‘મને સુશાંતને રોકી તેના જીવન અંગે વાત ન કરવાનું દુ:ખ છે. હું તેની સાથે મારા જીવનના અનુભવ શેર કરી શકતો હતો. મને તેમની સાથે વાત ન કરવાનો અફસોસ છે.’ આ સિવાય સુશાંતની મોત બાદ સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ પર લાગી રહેલા આરોપ અને નેપોટિઝમને લઈ થતી ચર્ચાઓ અંગે વાત કરતા અખ્તરે કહ્યું કે પુરાવા વગર કોઈ પર આરોપ લગાવવા યોગ્ય નથી.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં વાહનચાલકની બેદરકારીએ લીધો જીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન