દીપિકાની હલ્દી વિધીના ફોટો આવ્યા સામે, ટૂંક સમયમાં કરશે લગ્ન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દીપિકાની હલ્દી વિધીના ફોટો આવ્યા સામે, ટૂંક સમયમાં કરશે લગ્ન

દીપિકાની હલ્દી વિધીના ફોટો આવ્યા સામે, ટૂંક સમયમાં કરશે લગ્ન

 | 2:03 pm IST


ટીવી એક્ટ્રેસીસ દીપિકા ક્ક્કડ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. દીપિકાના લગ્ન એકદમ દેશી અંદાજમાં થઇ રહ્યાં છે. સિમર અને શોએબના લગ્નની વિધી શરૂ થઇ ગઇ છે. બંને એક્ટર્સે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર પીઠીના ફોટો શેર કર્યા છે. કલર્સના શો સસુરાલ સિમરથી ફેમસ થયેલ આ કપલ રિયલ લાઇફમાં મેડ ફોર ઇચ અધર લાગે છે.

સિમરના રોલથી લોકોને દિલમાં ઘર બનાવનાર દીપિકા અને શોએબના આ ફોટો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે દીપિકા ક્ક્કડ 2011માં ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર’ના સેટ પર શોએબને મળી હતી. ત્યારબાદ બંનેન દોસ્તી ગાઢ બની હતી. જો કે ત્યારબાદ 2013ની સાલમાં દીપિકાના લગ્ન રોનક મહેતા સાથે થયા હતા. આ લવ મેરેજ હતા પરંતુ લગ્નજીવન ટકયું નહીં અને 2015મા તેમને તલાક થઇ ગયા. ત્યારબાદ શોએબ અને દીપિક એક બીજાની નજીક આવ્યા. 2017મા ટીવી શો ‘નચ બલિએ’ના સેટ પર શોએબે દીપિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

દીપિકાના ડ્રીમ મુજબ તે પોતાના હોમટાઉન ભોપાલમાં લગ્ન કરવા માંગે છે આથી કેટલીક વિધી અહીં થશે. બાકીની વિધિ શોએબના હોમટાઉન લખનઉમાં થશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લગ્ન હિન્દુ અને મુસ્લિમ બંને રીતરિવાજની સાથે થશે. બંનેનું રિસેપ્શન 26 ફેબ્રુઆરીના રોજ થશે.