shocking emergency in bigg boss house contestants scared
  • Home
  • Entertainment
  • અભિનેત્રી: અમને બચાવી લો ભગવાન, Bigg Bossમાં મંડરાયું સંકટ

અભિનેત્રી: અમને બચાવી લો ભગવાન, Bigg Bossમાં મંડરાયું સંકટ

 | 10:42 am IST
  • Share

 

  • Bigg Boss હાઉસમાં ખતરો

  • ઘરના લોકોનું થયું ઈમરજન્સી ટેસ્ટિંગ

  • શું હશો કોરોનાનો ખતરો!

 

Bigg Boss હાઉસ પર મોટું સંકટ જોવા મળ્યું છે. ઘરમાં ઈમરજન્સી આવી છે જેનાથી તમામ કન્ટેસ્ટન્ટ ડરી ચૂક્યા છે. તમામ કન્ટેસ્ટન્ટના ઈમરજન્સી મેડિકલ ટેસ્ટ કરાવાયા છે. પરંતુ એ વાતની જાણકારી મળી રહી નથી કે આ ટેસ્ટિંગ કોરોનાને લઈને છે કે અન્ય કોઈ બાબત માટે.

 

ઘરના લોકોનું કરાયું ઈમરજન્સી ટેસ્ટિંગ, શું છે આ ખતરો

શોનો પ્રોમો સામે આવ્યો છે જેમાં તમામ સભ્યોનું ઈમરજન્સી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કન્ટેસ્ટન્ટનું બોડી ટેમ્પ્રેચર માપવામાં આવ્યું છે, તેમની સ્કીન ટેસ્ટ કરાઈ છે જેને કારણે ઘરના લોકોમાં ડરનો માહોલ છે. દરેકના મનમાં અનેક સવાલો છે. કોઈએ કહ્યું શું આ જીવલેણ છે? શું આ ખતરનાક છે? શું આ સ્કીન પર અસર કરે છે, તેના લક્ષણો શું છે.

 

રાખી સાવંતે ભગવાનને કરી પ્રાર્થના

રાખી સાવંતે કહ્યું કે હે ભગવાન બચાવી લો. હોસ્ટ સલમાન ખાને પણ ઘરના સભ્યોને ડરાવતા કહ્યું કે આ બહુ ખરાબ પરિણામ લાવી શકે છે. હવે આ ટેસ્ટ કઈ વાતનો હતો, આ કોરોના ટેસ્ટિંગ હતું કે નહીં તેનો ખ્યાલ ઓડિયન્સને અપકમિંગ એપિસોડમાં આવશે.

 

સલમાને લીધો તેજસ્વીનો ક્લાસ

શનિવારનો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો છે. સલમાનના ઘરના લોકો પર વાર થશે. હોસ્ટ સલમાન ખાનના નિશાના પર આ અઠવાડિયે તેજસ્વી રહેશે. સલમાન ખાને તેજસ્વીના વર્તનને લઈને તેને ફટકાર લગાવી છે. જે રીતે તેજસ્વીએ ચેનલની વિરુદ્ધ કહ્યું છે તે સલમાનને પસંદ આવ્યું નથી. સલમાને તેજસ્વીને કહ્યું- જે થાળીમાં ખાઓ છો તેમાં જ છેદ કરો છો?

 

શો માં આવશે આ લોકો

શોમાં એક્સ વિનર ગોહર ખાન આવશે અને ઘરના સભ્યોને ટાસ્ક આપશે. ગોહરની સાથે તેજસ્વીની બોલાચાલી થઈ હતી. કેટલાક જર્નલિસ્ટ શોમાં આવીને કન્ટેસ્ટન્ટનો ક્લાસ લેશે અને કુલ મળીને એન્ટરટેનમેન્ટનો માહોલ બનશે. તો કઈ વાતની રાહ જોઈ રહ્યા છો. તમે આજનો શો જોશો તો તમારા તમામ પ્રશ્નોનો અંત આવી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો