19 વર્ષની છોકરીના રેપના આરોપી શાંતિસાગરના ભૂતકાળ સાથે જોડાયેલી ચોંકાવનારી હરકત જાહેર - Sandesh
  • Home
  • Gujarat
  • 19 વર્ષની છોકરીના રેપના આરોપી શાંતિસાગરના ભૂતકાળ સાથે જોડાયેલી ચોંકાવનારી હરકત જાહેર

19 વર્ષની છોકરીના રેપના આરોપી શાંતિસાગરના ભૂતકાળ સાથે જોડાયેલી ચોંકાવનારી હરકત જાહેર

 | 9:14 pm IST

19 વર્ષની છોકરીના રેપના કેસમાં જેની ધરપકડ થઈ છે એવા સુરતના જૈન મુની શાંતિસાગર વિશે રોજેરોજ નવા ખુલાસાઓ આવી રહ્યા છે. તપાસ પછી માહિતી મળિી છે કે શાંતિસાગર રાજસ્થાનના કોટા શહેરમાં ચાની કિટલી ચલાવતો હતો. આ સિવાય દિક્ષા લીધા પછી તે જ્યારે કોટા આવ્યો હતો ત્યારે એની આપત્તિજનક હરકતોને કારણે વિવાદ પણ ઉભો થયો હતો. લેટેસ્ટ માહિતી પ્રમાણે જૈન મુની શાંતિસાગર જેલમાં કેળાં ખાઈને દિવસો પસાર કરી રહ્યો છે. તે જેલમાં સતત તપની મુદ્રામાં બેસી રહી છે અને જેલમાં ગયા બાદ માત્ર ત્રણ કલાક જ સુતો છે.

સુરતમાં 49 વર્ષીય જૈન આચાર્ય શાંતિસાગરે 19 વર્ષની વિદ્યાર્થિની સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલી લીધું છે. જો કે તેમણે યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબધ બાંધીને સેક્સ માણ્યું હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, યુવતીની મરજીથી તેમણે તેની સાથે સેક્સ માણ્યું હતું. શાંતિસાગરને સિવિલ હોસ્પિટલમાં લવાયા ત્યારે ફરજ પરના તબીબની હાજરીમાં આરોપીએ કહ્યું કે તે છોકરીને છેલ્લા 5થી 6 મહિનાથી ઓળખે છે. છોકરી પરિવારની સાથે સુરતમાં મળવા માટે પહેલી વાર આવી હતી. તેમણે મંત્રજાપ કરવા માટે જ છોકરીને રોકી હતી પણ છોકરીને જોઈને તે તેની તરફ આકર્ષાયા હતા. તેમણે દાવો કર્યો છે કે છોકરીની મરજીથી જ 1 ઓક્ટોબર 2017ના દિવસે શારિરિક સંબંધ બાંધ્યો હતો. શાંતિસાગરે એવો દાવો કર્યો કે, તેમણે જીવનમાં પહેલીવાર કોઈ સ્ત્રી સાથે સેક્સ માણ્યું છે. છોકરીએ ઈન્કાર ના કરતાં તે આગળ વધ્યા અને તેમણે એક કલાક સુધી તેની સાથે સેક્સ માણ્યું હતું.

નોંધનીય છે કે સુરતના નાનપુરાના મહાવીર ભગવાન દિગંબર જૈન મંદિરમાં આશીર્વાદ લેવા ગયેલી એક 19 વર્ષીય વિદ્યાર્થિની સાથે 45 વર્ષની ઉંમરના આચાર્ય શાંતિસાગર મહારાજે 1 ઓક્ટોબરે રાત્રે ઉપાશ્રયમાં જ બળાત્કાર ગુજારીને પરાણે સેક્સ સૂંધ બાંધ્યો હોવાની હોવાની ફરિયાદ નોંધાવતા જૈન સમાજમાં ખળભળાટ વ્યાપી ગયો છે.