Shocking Incident Happens in Dindoli Area of Surat
  • Home
  • Featured
  • લ્યો બોલો! સુરતમાં પત્નીએ શાક તીખું બનાવતાં પતિએ કરી લીધો આપઘાત

લ્યો બોલો! સુરતમાં પત્નીએ શાક તીખું બનાવતાં પતિએ કરી લીધો આપઘાત

 | 5:12 pm IST

આજના જમાનામાં લોકો નાની-નાની વાતોમાં જીવન ટૂંકાવી દેતાં હોય તેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અમુક વખત તમે સ્વપ્ને પણ ન વિચારી હોય તેવી વાતો પર લોકો આત્મહત્યા કરી લેતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં પત્નીએ શાક તીખું બનાવતાં પતિએ આપઘાત કરી લીધો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીમાં 43 વર્ષીય કૈલાશભાઈ મહાજન રહેતા હતા. તેઓના ઘરે પત્ની અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. તે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદ કૈલાશભાઈને માઠું લાગી આવતાં તેઓએ પોતાના બેડરૂમમાં છતનાં લોખંડના હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓઃ

કોંગ્રેસ 10, 11 અને 12 નવેમ્બરે રાજ્યવ્યાપી હડતાળ કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન