NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આ માણસે કેમ કેમેરા સામે કહેવું પડ્યું કે ભાઈ, હું તો જીવું છું…ચોંકાવનારો વીડિયો

આ માણસે કેમ કેમેરા સામે કહેવું પડ્યું કે ભાઈ, હું તો જીવું છું…ચોંકાવનારો વીડિયો

 | 12:21 pm IST

હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 14 જુલાઇના દિવસે અરવલ્લીથી એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લાવવામાં આવ્યો હતો. આ સંજોગોમાં તેના પગ પર ચાર કલાક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પગ કાપી નાખવામાં આવ્યો હતો. આ ઓપરેશન પછી દર્દી જીવીત હોવા છતાં તેના સગાને તેનું ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. જોકે હોસ્પિટલના સત્તાધીશોએ આ મામલે બચાવ કરતા જણાવ્યું કે આ ગેરસમજને કારણે થયેલી ભુલ છે.