શોકિંગ : નાગપુરની MLA હોસ્ટેલની ખાલી રૂમોનો ઉપયોગ થાય છે રેપ કરવા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શોકિંગ : નાગપુરની MLA હોસ્ટેલની ખાલી રૂમોનો ઉપયોગ થાય છે રેપ કરવા

શોકિંગ : નાગપુરની MLA હોસ્ટેલની ખાલી રૂમોનો ઉપયોગ થાય છે રેપ કરવા

 | 3:23 pm IST

મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની નાગપુરના સિવિલ લાઇન્સ વિસ્તારની MLA હોસ્ટેલના પાર્કિંગ-લોટ અને રૂમ-નંબર ૩૨૦માં યુવતી પર બળાત્કારના આરોપસર 44 વર્ષના મનોજ ભગત અને 19 વર્ષના રજત માદ્રેની પોલીસે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓને સ્થાનિક ર્કોટમાં રજૂ કરવામાં આવતાં મેજિસ્ટ્રેટે તેમને ચાર દિવસ પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે જાતીય શોષણનો ભોગ બનેલી છોકરી અને તેની માતાએ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની વિગતો જોઈએ તો પોલીસે આપેલી માહિતી પ્રમાણે બળાત્કારનો ભોગ બનેલી છોકરી ઝવેરાતની દુકાનમાં નોકરી કરે છે. કેસના એક આરોપી અને એ દુકાનના માલિકે તે છોકરીને ભોપાલના પ્રવાસમાં સાથે લઈ જવાની વાત તેની ફેમિલીને કરી ત્યારે પરિવારજનો સંમત થયા હતા. જોકે આરોપીઓએ છોકરીને ભોપાલ લઈ જવાને બદલે નાગપુરની MLA હોસ્ટેલમાં તેના પર બળાત્કાર કર્યો હતો.

૧૪થી ૧૭ એપ્રિલ સુધી હોસ્ટેલના પાર્કિંગ-લોટમાં અને રૂમ-નંબર ૩૨૦માં જાતીય શોષણ કરનારા લોકોમાં મનોજ ભગત ઝવેરાતની દુકાનના માલિકનો દીકરો છે અને રજત માદ્રે ફરિયાદી છોકરીનો બોયફ્રેન્ડ છે. તેમને રૂમ ફાળવનારા MLA હોસ્ટેલના કર્મચારીઓ ઓળખાયા નથી. આ મામલે તપાસ અને પૂછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે.