આડા સંબંધો ઉભા કરી શકે છે કેવી ઉપાધિ એનો આંખ ઉઘાડી દેતો રિયલ લાઇફ કિસ્સો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આડા સંબંધો ઉભા કરી શકે છે કેવી ઉપાધિ એનો આંખ ઉઘાડી દેતો રિયલ લાઇફ કિસ્સો

આડા સંબંધો ઉભા કરી શકે છે કેવી ઉપાધિ એનો આંખ ઉઘાડી દેતો રિયલ લાઇફ કિસ્સો

 | 9:05 pm IST

કચ્છના મુન્દ્રામાં નોકરી કરતા મૂળ પંજાબી શખ્સે વડોદરાની દલિત પરિણીતા એવી તેની મહિલા મિત્ર સાથે પરસ્પર સંમતિથી મુન્દ્રામાં જાતીય સહવાસ બાંધી અને તે અંગત પળોની વીડિયો ક્લિપ અને ફોટા પાડી લીધા બાદ પરિણીતાને તેના અન્ય મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, જે પરિણીતાએ નહીં સ્વીકારતાં તેના રોષે ભરાયેલા પ્રેમીએ બન્નેએ માણેલી અંગત પળની વીડિયો ક્લિપ પોર્નોગ્રાફી વેબસાઈટ પર અપલોડ કરી દેવાનો ચકચારી બનાવ મુન્દ્રા પોલીસ મથકે નોંધાયો છે. અનૈતિક સંબંધો સામે લાલબત્તી ધરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ પંજાબનો અને મુન્દ્રા નોકરી કરતો ધર્મેન્દ્રસિંગ સંધુ અને તેની વડોદરા રહેતી પરિણીત સ્ત્રી મિત્રના કિસ્સાની નાટયાત્મક વાત પોલીસ ચોપડે ચડી છે.

વડોદરા રહેતી દલિત પરિણીતા મુન્દ્રાના નાના કપાયા ગામે એમઆઈસીટી કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંગ સંધુ (જાટ)ના પ્રેમમાં પડી હતી અને અનૈતિક એવા આ સંબંધમાં પરસ્પર સંમતિથી જાતીય સંબંધ પણ બાંધ્યો હતો. તે વખતે ધર્મેન્દ્રે તેના મોબાઈલ ફોન પર પ્રેમિકાની અશ્લીલ ફોટા પાડયા હતા અને સાથોસાથ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જાતીય આવેશમાં કે પછી વિશ્વાસમાં ભાન ભૂલેલી પરિણીતાએ આ વાત ભવિષ્યમાં તેના માટે ખતરારૂપ બનશે કે કેમ ? તે કદાચ વિચાર્યું હોય કે નહીં તે તેને ખબર. આ જ ક્લિપના આધારે તેનો પ્રેમી પરિણીતાને બરબાદ કરવાની હદ પર લઈ ગયો.

વીડિયો ક્લિપના આધારે તેણે તેની પ્રેમિકાને તેના મિત્ર કુલવિંદર સિંઘ શીખ સાથે સંબંધ રાખવા જણાવી રીતસર દબાણ કર્યું. થ્રી-ઝમ સેક્સ માણવાની તેની ઈચ્છા મંજૂર કરવા રીતસર દબાણ પણ કર્યું, તેમાં કારી ન ફાવતાં તેણે પરિણીતાને સાથે માણેલી અંગત પળોનો વીડિયો તથા ફોટો પોર્નોગ્રાફી વેબસાઈટ પર પોસ્ટ કરવાની ધમકી પણ આપી હતી, તેમ છતાં ધમકીને તાબે થઈ નહોતી તેથી ગિન્નાયેલા ધર્મેન્દ્રે તેની ધમકી સાચી સાબિત કરી બતાવી અને એકાદ માસ પહેલાં ધમકી પ્રમાણે અશ્લીલ વીડિયો ક્લિપ વેબસાઈટ પર મૂકી દીધી હતી. પોતાની અશ્લીલ વીડિયો ક્લિપ વેબસાઈટ પર મુકાઈ છે તેવું ધ્યાને આવતાં આખરે પરિણીતાએ તેના પ્રેમી ધર્મેન્દ્રસિંઘ તથા તેના મિત્ર કુલવિંદરસિંઘ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ આઈપીસી ર૯ર (ર), ૧૧૪, એટ્રોસિટી એક્ટ તેમજ આઈટી એક્ટ ર૦૦૦ની કલમ ૬૭, ૬૭(એ) મુજબ ગુનો દાખલ કર્યા છે. બન્ને આરોપી પૈકી ધર્મેન્દ્રસિંઘ સંધુ હાલે દુબઈ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ ભુજ વિભાગના એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે.