NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5425 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • OMG : લગ્ન પહેલાં મુરતિયાના પરિવારે ઉતરાવ્યા કન્યાના તમામ કપડાં કારણ કે…

OMG : લગ્ન પહેલાં મુરતિયાના પરિવારે ઉતરાવ્યા કન્યાના તમામ કપડાં કારણ કે…

 | 3:36 pm IST

હાલમાં ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં મુરતિયાના પરિવારે લગ્ન પહેલાં કન્યાના તમામ કપડાં ઉતરાવ્યા હતા. હકીકતમાં ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના રહેનારી યુવતી વિશે અફવા ચાલી હતી કે તેના શરીર પર સફેદ ડાઘ (Leukoderma) છે. આ અફવાની હકીકત ચકાસવા માટે દુલ્હાના પરિવારે છોકરીના તમામ કપડાં ઉતરાવીને એની તપાસ કરાવી હતી.

આ ઘટનાની વિગતો જોઈએ તો જય હિંદ નામના યુવકના લગ્ન તીજા નામની યુવતી સાથે થવાના હતા. જોકે જ્યારે પરિવારજનોએ માહિતી આપી કે તીજાના શરીર પર સફેદ ડાઘ છે તો તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે બંનેના પરિવારજનો વચ્ચે ભારે લડાઈ થઈ હતી. આખરે તીજાના પિતા આખો મામલો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે પછી પંચાયત બોલાવની હતી જેમાં બંને પરિવારના વડીલોએ નિર્ણય લીધો હતો કે આ લગ્ન થશે. જોકે આ નિર્ણય લેતા પહેલાં તીજાને પોલીસ સ્ટેશનના એક રૂમમાં લઈ જવામાં આવી હતી જ્યાં જય હિંદના મહિલા સ્વજનોએ તેની સંપૂર્ણ શારીરિક તપાસ કરી હતી.

તીજા વિશેની આ અફવા ખોટી સાબિત થઈ તો જય હિંદનો આખો પરિવાર મંડપમાં હાજર થયો હતો અને શાદીની વિધી આટોપી લેવામાં આવી હતી. આ ઘટના બાદ જય હિંદે છોકરીના વડીલોની માફી પણ માગી હતી અને મુરતિયાના પિતાએ માફીનામું પણ લખી આપ્યું હતું.

1