Shocking report on pollution: 'AMC itself allows city industries to discharge polluted water in Sabarmati'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પ્રદૂષણ મુદ્દે આંચકાજનક રિપોર્ટ: ‘ખુદ AMC જ શહેરના ઉદ્યોગોને પ્રદૂષિત પાણી સાબરમતીમાં છોડવા મંજૂરી આપે છે’

પ્રદૂષણ મુદ્દે આંચકાજનક રિપોર્ટ: ‘ખુદ AMC જ શહેરના ઉદ્યોગોને પ્રદૂષિત પાણી સાબરમતીમાં છોડવા મંજૂરી આપે છે’

 | 7:43 am IST
  • Share

સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે, કોર્ટના આદેશ બાદ કોર્ટ મિત્રએ તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટમિત્રએ રજૂઆત કરી છે કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ ઔદ્યોગિક એકમોને તેમનુ પ્રદુષિત પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. વર્ષ ૨૦૦૩માં આ મંજૂરી આપવામાં આવેલી અને હાલ પણ તે યથાવત છે.

આ ઉપરાંત, કોર્ટમિત્રએ બીજો મહત્વનો ઘટસ્ફોટ એ કર્યો છે કે, સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારમાં સ્થિત સ્થિત ખેતરોમાં મિરોલી પિયત સહકારી મંડળી લિ. દ્વારા શાકભાજી, અનાજની ખેતીમાં સિંચાઈ માટે ગટર અને ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદુષિત પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કલેક્ટરની મંજૂરી બાદ છ પંપ દ્વારા આ પ્રદુષિત પાણીને ખેતી માટે ખેંચવામાં આવે છે.

આ પ્રકારના પ્રદુષિત પાણીમાં સેંદ્રિક ખાતર જેવા તત્વ હોવાથી વધુ પ્રમાણમાં પાકની ઉપજ થાય છે અને વધુ પૈસા મળે છે. જો કે, આ પ્રકારના અનાજ અને શાકભાજી લોકોના જીવન માટે ભારે ઘાતક હોય છે. આ વિસ્તાર કલેક્ટરના હસ્તક છે અને કલેક્ટરે જ આ મંજૂરી આપેલી છે, તપાસ ટીમ દ્વારા આ વિસ્તારમાંથી નમુનાઓ લેવાયા છે, જેમાં પાણીમાં કેમિકલની દુર્ગંધ જોવા મળેલી છે.

અમદાવાદના તમામ એસટીપી યોગ્ય રીતે કામ કરતા નથી.’ હાઈકોર્ટે તમામ પક્ષકારોને મુજબ જવાબ રજૂ કરવા આદેશ કરેલો છે. આ કેસની વધુ સુનાવણી ૨૩ સપ્ટેમ્બરે હાથ ધરાશે.

અધિકારીઓ બધું જ જાણે છે કે શું ચાલી રહ્યું છે  જવાબદાર એકમો કે લોકો સામે પગલા લેવામાં એએમસી સદંતર નિષ્ફળ   જીપીસીબી છસ્ઝ્રને મદદ કરતુ નથી    પ્રદુષિત પાણી નદીમાં છોડવાના મુદ્દાના ઉકેલ માટે તે શું કરવા માગો છે ?  પ્રદુષિત પાણીના ઉપયોગથી શાકભાજી, અનાજ વવાય છે તે જાણો છો ?   આ યુદ્ધ જેવી સ્થિતિ છે   પર્યાવરણના હિતમાં આ પગલા લેવા જરુરી છે   આ કોણ કરે છે, તે શોધો, પછી ભલેને તે ગમે તે હોય તેની સામે પગલા લો   જવાબદાર એકમોના જોડાણ કાપો, ફોજદારી પગલા લો.

દાણીલીમડા-બહેરામપુરામાં પ્રદૂષણ

કોર્ટ મિત્રએ આપેલા રિપોર્ટ મુજબ, દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં ઔદ્યોગિક એકમોનુ પ્રમાણ મોટા પાયા પર છે. આ ઔદ્યોગિક એકમો તેમના હજારો લીટર પ્રદુષિત પાણીને ગટર લાઈનમાં જોડીને સાબરમતી નદીમાં છોડે છે. આ વિસ્તારમાં અનેક નાના પાયાના ઉદ્યોગ મંજૂરી વગર જ ચાલે છે. આ વિસ્તારમાં કેટલાક સમુદાયના વર્ચસ્વના લીધે સત્તાધીશો કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. છસ્ઝ્રએ પ્રદુષિત પાણીને ગટર લાઈનમાં છોડવા માટે મંજૂરી આપેલી છે. જે નદીમાં છોડાય છે.

જોઈંટ ટાસ્ક ફોર્સની રચના કરો

કોર્ટમિત્રએ હાઈકોર્ટને સુચન કર્યું છે કે, ‘આ બાબતની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરો. જેમાં, એએમસી. જીપીસીબી, ટોરેન્ટ પાવર, પોલીસ અધિકારી અને નિવૃત્ત જ્યુડિશિયલ અધિકારી અથવા તેવા સભ્યનો સમાવેશ કરો. આ એસટીએફ તપાસ કરે અને પગલા લે. આ તપાસ કોઈની પણ શેહશરમ કે ભેદભાવ રાખ્યા વગર કરો.’ હાઈકોર્ટના નિર્દેશ બાદ, નિવૃત્ત જ્યુડિશિયલ ઓફિસર તપાસના ૨૪ કલાકમાં પહેલા પોલીસ અને છ કલાક પહેલા એએમસી અને જીપીસીબીને જાણ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન