shocking story of elizabeth bathory horrible female
  • Home
  • Featured
  • PHOTOS: ઈતિહાસની સૌથી ખૌફનાક મહિલા, કુંવારી છોકરીઓને મારી તેના લોહીથી સ્નાન કરતી

PHOTOS: ઈતિહાસની સૌથી ખૌફનાક મહિલા, કુંવારી છોકરીઓને મારી તેના લોહીથી સ્નાન કરતી

 | 3:34 pm IST

ઇતિહાસના પન્નામાં એવી ઘણી કહાનીઓ અને રાજ છે, જે સામે આવે તો લોકો ડરી જશે. આવી જ એક મહારાણી હતી જેના શોષણને કારણે લોકોમાં ખૌફ હતો. ભયંકર હોવા ઉપરાંત આ રાણી ભયાનક સિરિયલ કિલર પણ હતી. તમે અત્યાર સુધીમાં ઘણા સીરીયલ કિલર વિશે સાંભળ્યું હશે અને તેમણે ઘણી હત્યા કરી હશે. પરંતુ આ રાણીની કહાની કંઈક અલગ જ છે. આ રાણી કુંવારી છોકરીઓની હત્યા કરી અને તેમના લોહીથી ન્હાતી હતી.

હંગરીની રહેનારી આ રાણીનું નામ એલિઝાબેથ બાથરી હતું. એલિઝાબેથ બાથરી ઇતિહાસમાં સૌથી ખતરનાક અને પર્સનલ સ્ત્રી સીરિયલ કિલર તરીકે જાણીતી છે. 1585 અને 1610ની વચ્ચે બાથરીએ 600થી વધુ છોકરીઓની હત્યા કરી અને તેમના લોહીથી સ્નાન કર્યુ. એવું કહેવામાં આવે છે કે કોઈએ એલિઝાબેથને તેની સુંદરતા જાળવવા માટે કુંવારી છોકરીઓના લોહીથી ન્હાવાની સલાહ આપી હતી. એલિઝાબેથને આ પદ્ધતિ ખૂબ ગમી ગઈ અને તેણે બધી જ ક્રુરતા હદ વટાવી દીધી.

સિરીયલ કિલર એલિઝાબેથ છોકરીઓની હત્યા કર્યા પછી તેની સાથે ઘોર ક્રૂરતા કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે છોકરીના માંસને પોતાના દાંત વડે બહાર કાઢી નાંખતી હતી. એમ પણ કહેવામાં આવે છે કે એલિઝાબેથ બાથરીના આ ભયંકર ગુનામાં તેના ત્રણ નોકરોએ પણ તેને ટેકો આપ્યો હતો.

એલિઝાબેથ બાથરી હંગેરિયન રોયલ્ટીની હતી. એલિઝાબેથે ફેરેંક નાડ્ડેસ્ડી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, જે તુર્કો સામેના યુદ્ધમાં હંગેરીના રાષ્ટ્રીય નાયક હતા. એલિઝાબેથે છોકરીઓને તેની ચુંગલમાં ફસાવવા માટે એક વિશાળ જાળ પાથરી હતી. એક હાઈર પ્રોફાઇલ સ્ત્રી હોવાના કારણે તે સારા પૈસા માટે કામ કરવાની લાલચથી નજીકના ગામોની ગરીબ છોકરીઓને તેના મહેલમાં આમંત્રણ આપતી હતી. પરંતુ છોકરીઓ મહેલમાં આવી કે તરત જ તેને તેમનો શિકાર બનાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન