Shocking Truth About Russian Vaccine Revealed In A Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • રશિયાની કોરોના વેક્સિનની હકીકત ડરામણી, ફક્ત 38 લોકો પર થયો છે ટેસ્ટ – અનેક સાઇડ ઇફેક્ટ

રશિયાની કોરોના વેક્સિનની હકીકત ડરામણી, ફક્ત 38 લોકો પર થયો છે ટેસ્ટ – અનેક સાઇડ ઇફેક્ટ

 | 4:36 pm IST
  • Share

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે કોરોના વેક્સિનના સફળ થવાની જાહેરાત કરી હતી તેનું પરીક્ષણ ફક્ત 38 લોકો પર જ કરવામાં આવ્યું છે. રશિયાના સત્તાવાર દસ્તાવેજો અનુસાર એક ડેલી મેલની રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. તો વેક્સિનની અનેક સાઇડ ઇફેક્ટ્સની જાણકારી પણ સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ફક્ત 38 લોકો પર તપાસ બાદ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. Fontanka ન્યૂઝ એજન્સી પ્રમાણે, રશિયાની કોરોના વેક્સિનના સાઇડ ઇફેક્ટ તરીકે દુ:ખાવો, હાઈ ફીવરની તકલીફ જોવા મળી છે. તો નબળાઈ અનુભવવી, એનર્જીની ઉણપ, ભૂખ ના લાગવી, માથું દુ:ખાવું, ડાયરિયા, નાક બંધ થવું, ગળું ખરાબ થવું અને નાક વહેવા જેવી ફરિયાદો પણ રિપોર્ટ કરવામાં આવી છે.

ફક્ત 42 દિવસના રિસર્ચ બાદ વેક્સિનને મંજૂરી 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે રશિયાના અધિકારીઓએ ફક્ત 42 દિવસના રિસર્ચ બાદ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ કારણે એ જાણી શકાયું નથી કે આ વેક્સિન કેટલી પ્રભાવશાળી છે. વેક્સિનના રજિસ્ટ્રેશન માટે કાગળ આપવામાં આવ્યા હતા, તેમાં લખ્યું હતુ કે મહામારી પર વેક્સિનના પ્રભાવને લઇને કોઈ પણ ક્લિનિકલ સ્ટડી નથી થઈ. જોકે પુતિને કહ્યું હતુ કે વેક્સિન તમામ જરૂરી ટેસ્ટમાંથી પાસ થઈ છે. રશિયાની કોરોના વેક્સિનનું નામ Sputnik V રાખવામાં આવ્યું છે અને અનેક દેશોમાં સપ્લાયની તૈયારી પણ કરી રહ્યું છે.

વેક્સિનની સાઇડ ઇફેક્ટ તરીકે અનેક પ્રકારની સમસ્યાઓ

જોકે દુનિયાભરના અનેક વૈજ્ઞાનિકોએ રશિયાના પગલાંની ટીકા કરી છે. વૈજ્ઞાનિકોને ડર છે કે વેક્સિન ખોટી અથવા ખતરનાક સાબિત થવા પર મહામારી વધારે વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. પુતિને કહ્યું હતુ કે, વેક્સિન લગાવ્યા બાદ તેમની દીકરીને થોડીકવાર તાવ રહ્યો, પરંતુ Fontanka ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ તરીકે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ મુશ્કેલીઓ વ્યક્તિના શરીરમાં વારંવાર પણ આવે છે અને લાંબા સમય સુધી પણ રહે છે. રિપોર્ટ અનુસાર વેક્સિનના મોટભાગના સાઇડ ઇફેક્ટ ખુદ જ ઠીક થઈ ગયા, પરંતુ સ્ટડીના 42 દિવસ પણ સાઇડ ઇફેક્ટની 31 ઘટનાઓ હતી.

18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન નહીં આપવામાં આવે

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિન લગાવવામાં આવ્યા બાદ 42માં દિવસે વૉલિયન્ટર્સના શરીરમાં એન્ટીબૉડીની માત્રા સરેરાશ સ્તરથી ઓછી જ હતી. તો 18 વર્ષથી ઓછી ઉંમર અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ રશિયન વેક્સિન લગાવવાની પરવાનગી નથી આપવામાં આવી, કેમકે આવા લોકો પર શું અસર હશે તેની જાણકારી નથી. પ્રેગ્નેન્ટ અને બાળકોને સ્તનપાન કરાવનારી મહિલાઓને પણ વેક્સિન નહીં આપવામાં આવે. પહેલાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને પણ અતિરિક્ત સતર્કતાની સાથે વેક્સિન લગાવવાની વાત કરવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: સુરત ગ્રામ્યમાં કોરોનાના વધુ 88 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન