આકાશમાં જ તૂટી ગઇ વિમાનના કૉકપિટની બારી, બહાર લટકી ગયો કૉ-પાયલટ, જાણો પછી શું થયું.... - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આકાશમાં જ તૂટી ગઇ વિમાનના કૉકપિટની બારી, બહાર લટકી ગયો કૉ-પાયલટ, જાણો પછી શું થયું….

આકાશમાં જ તૂટી ગઇ વિમાનના કૉકપિટની બારી, બહાર લટકી ગયો કૉ-પાયલટ, જાણો પછી શું થયું….

 | 5:56 pm IST

શિચુઆન એરલાઇન્સના વિમાન- 3યૂ8633માં અચાનક જ કૉકપિટની બારી તૂટી ગઇ. આ સમાચાર સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. ચીનમાં શિચુઆન એરલાઇન્સના વિમાન-3યૂ8633માં અચાનક કૉકપિટની બારી તૂટી ગઇ. આ સમયે વિમાન લગભગ 32000 ફૂટ પર હતું. પવન એટલો બધો હતો કે કો-પાયલટ વિમાનની બહાર લટકી ગયા. પેસેન્જર્સનો સામાન આમ-તેમ વિખરાવા લાગ્યો અને વિમાનમાં અફડાતફડી મચી ગઇ હતી.

ત્યારે પાયલટ શુઆનજિયાન એ એનાઉન્સ કર્યું – ગભરાશો નહીં, અમે સ્થિતિ સંભાળી લઇશું. તેની 20 મિનિટ પછી લિયૂ એ 32000 ફૂટની ઊંચાઇથી વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું. ફલાઇટમાં સવાર તમામ પેસેન્જર સુરક્ષિત છે. આ વિમાન ચોંગક્યુંગથી લ્હાસા જઇ રહ્યું હતું.

આ મોટા અકસ્માતથી બચાવનાર પાયલટ લિયુ શુઆનજિયાનના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. અકસ્માતથી બચ્યા બાદ લિયૂએ કહ્યું કે આ રૂટ પર મેં 100થી વધુ ઉડાન ભરી છે. મને તેનો ફાયદો મળ્યો. આપને જણાવી દઇએ કે ફ્લાઇટની અંદરનું તાપમાન -40 પહોંચી ચૂકયું હતું. ત્યારબાદ પાયલટ લિયૂએ ‘સ્કવૈક વૉર્નિંગ-7700’ જાહેર કર્યું. તેનો મતલબ એ છે કે વિમાનને ગંભીર ખતરો છે, એક કંટ્રોલને માહિતી આપી દેવામાં આવે છે. તેમના નિર્દેશને પાલન કરતાં લેન્ડિંગ કરાવામાં આવે છે. ટ્રાફિક કંટ્રોલની મદદ લઇ તેમણે સફળ લેન્ડિંગ કરાવ્યું.

એક પેસેન્જરે કહ્યું કે જે સમયે ક્રૂમાં અમે નાસ્તો આપી રહ્યાં હતા તે સમયે એરક્રાફ્ટ હલવા લાગ્યું. અમે સમજી શકયા નહોતા કે આખરે શું થઇ રહ્યું છે. અચાનક ઑક્સિજન માસ્કર બહાર નીકાળવામાં આવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે અમે ખૂબ જ ઝડપથી નીચેની તરફ જઇ રહ્યાં છીએ, પરંતુ થોડીક જ વારમાં બધું સામાન્ય થઇ ગયું.

આવો જ અકસ્માત 1990માં બ્રિટિશ એરવેઝ ફ્લાઇટમાં થયો હતો. ફ્લાઇટ 5390માં કેબિનની બારી તૂટી ગઇ હતી. એ સમયે વિમાન 23000 ફૂટની ઉપર હતું. એક પાયલ બહાર આવી ગયો હતો. ખૂબ મુશ્કેલીથી આ અકસ્માતને રોકવામાં આવ્યો હતો.