લંડનમાં રહેતા વિજય પટેલની આ કારણોસર કરવામાં આવી હત્યા - Sandesh
  • Home
  • Nri
  • લંડનમાં રહેતા વિજય પટેલની આ કારણોસર કરવામાં આવી હત્યા

લંડનમાં રહેતા વિજય પટેલની આ કારણોસર કરવામાં આવી હત્યા

 | 4:47 pm IST

લંડનમાં રહેતો 16 વર્ષના સગીરને પર ભારતીય મૂળના દુકાનદાર વિજય પટેલની હત્યા કરવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. વિજય પટેલએ 16 વર્ષીય બ્રેન્ટને સગીર હોવાને કારણે સિગારેટ આપવાની ના પાડી હતી. જેના કારણે બ્રેન્ટે ઉશ્કેરાઈને વિજય પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો જેના કારણે વિજય પટેલને ત્યાંની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં બે દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું.

વિજય પટેલ પર લંડન શહેરના મિલ હિલ વિસ્તારમાં શનિવારે રાતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે સોમવારે તેમનું મોત થયું હતું. પટેલના પરિવારજનોએ આ અંગે હોસ્પિટલથી આ હુમલો કરનાર આરોપીને પકડવાની અપીલ સાથેની એક તસવીર જાહેર કરી હતી. જેના પગલે બુધવારે 16 વર્ષીય બ્રેન્ટની પોલીસે ધરપકડ કરી હતી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.