ટૂંકુ ટચુકડું છતાં ચોટડૂક - Sandesh
NIFTY 10,992.70 -26.20  |  SENSEX 36,512.31 +-29.32  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

ટૂંકુ ટચુકડું છતાં ચોટડૂક

 | 5:10 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

આધેડ વયનો એક પુરુષ રસોડામાં કંઈ કામ કરી રહ્યો છે. અચાનક તેનો ફેન વાગે છે અને પાછળ ફ્રીને તે ફેન લેવા જાય એ પહેલાં જ ખણણણણ દઈને અવાજ આવે છે. સ્ક્રીન પર આપણને દેખાય છે કે એક કાચનું બરણી જેવું વાસણ તે પુરુષનો હાથ લાગવાને કારણે નીચે પડીને તૂટી ગયું છે અને એની સાથે જ એ બરણીમાંની કેસરી રંગની માછલી ર્ફ્શ પર પડેલી આપણને દેખાય છે. પાણીમાંથી બહાર પડવાને કારણે તે માછલી તરફ્ડવા માંડી છે. તે માણસ ઉભડક બેસીને ર્ફ્શ પર હાથ વડે ફ્ંફેસવા માંડે છે. તેના હાથમાં ફ્ૂટેલી બરણીના કાચ આવી રહ્યા છે. તરત જ આપણને સમજાઈ જાય છે કે તે માણસ અંધ છે અને હાથની આંગળીઓ અને પંજા વડે માછલીને શોધી રહ્યો છે. ફ્ંફેસતા-ફ્ંફેસતા તે માણસનો હાથ પાણી બહાર વહી જવા માટેના આઉટલેટ પાસે પહોંચે છે. પાણીના નિકાસ માટેના કાણાંને તે કપડાંના ડૂચા વડે બંધ કરી દે છે અને ઝડપથી એક જગમાં પાણી લઈને ર્ફ્શ પર રેડવા માંડે છે. રસોડું આખું પાણીથી ઉભરાઈ જાય છે અને જાણે પાણી ભરેલું ખાબોચિયું બની જાય છે. એ પાણીમાં જ તે બેસી પડે છે તેના ચહેરા પર ચિંતાની રેખાઓ આપણે જોઈ શકીએ છીએ અને એ જ વખતે પેલી માછલીનો સ્પર્શ તે અનુભવે છે. ર્ફ્શ પર તેણે ઢોળેલા પાણીમાં ફ્રી રહેલી માછલી આંગળીઓ વચ્ચેથી થઈને તેના પંજા નીચે પહોંચી ગઈ છે. માછલીને બચાવવાનો તેનો પ્રયત્ન સફ્ળ રહ્યો છે, માછલી જીવતી છે એનો સંતોષ તેના ચહેરા પર વાંચી શકાય છે.

ઈરાનના બબાક હબીબફર નામના ફ્લ્મિકારે બનાવેલી આ ફ્લ્મિ માત્ર ૧.૩૯ સેકન્ડ લાંબી છે. દોઢેક મિનિટમાં આ ફ્લ્મિ દ્વારા સર્જક એક માણસની કેટલી કરુણાશીલતા હોઈ શકે એની અભિવ્યક્તિ કરી નાખે છે. એક આંધળો માણસ માછલીનો જીવ બચાવવા માટે કેવા હવાતિયાં મારે છે અને તેને બચાવી લે છે એ વાત આટલા ટૂંકા સમયમાં પણ હૃદયને ઝણઝણાવી નાખે એવી કોઈપણ તામઝામ વિનાની બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લ્મિમાં કહેવાઈ છે. (માત્ર માછલીનો કેસરી રંગ દેખાડવામાં આવ્યો છે) આ ફ્લ્મિને ઘણાં બધા આંતરરાષ્ટ્રીય સ્તરના ઈનામ મળ્યા છે.

એક જમાનામાં ત્રણ-સાડા ત્રણ કલાકની લાંબી ફ્લ્મિો બનતી હતી, ચારસો-પાંચસો પાનાંની નવલકથાઓ લખાતી હતી પણ આ પ્રકારનું જે દીર્ઘ સર્જન થાય છે એનો વાચક અને ભાવક વર્ગ ઘટી રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં કોઈપણ કૃતિ પછી એ સાહિત્ય હોય, સંગીત, નાટક કે ફ્લ્મિ હોય જો એ બહુ લાંબી હોય તો દર્શક કે શ્રોતાઓનું ધ્યાન ટકાવી શકતી નથી. એના સ્થાને ટૂંકું અને ટચૂકડું આજનો ટ્રેન્ડ બની ગયો છે. અહીં કંઈ જૂનું એટલું સારું અને નવું એટલું નકામું એવા પ્રકારની સરખામણી કે તારણ પર પહોંચવાનો આશય નથી. હકીકતમાં લાંબી નવલકથાઓની જેમ ટૂંકી વાર્તાઓ અથવા ટૂંકી ટચુકડી વાર્તાઓ કે ફ્લ્મિોનું પણ પોતાનું સૌંદર્ય અને કળાત્મકતા છે જ. બહુ જ ટૂંકા સમય કે શબ્દોમાં પોતાની વાત કહેવા માટે પણ એક કળાત્મક સજ્જતાની જરૂર પડતી હોય છે. લાંબું વધુ સારું કે ટૂંકું એનું પિષ્ટપેષણ વિવેચકો ભલે કરતાં પણ આજે અહીં થોડીક ટૂંકી ટચુકડી અને છતાં ચોટડૂક એવી નાની-નાની વાર્તાઓ કે કવિતાઓની વાત કરવી છે.

સોશિયલ મીડિયાએ ઘણું બધું નુકસાન કર્યું છે તો કેટલાક ફયદા પણ થયા છે. આમાંનો એક બહુ મોટો ફયદો એ કે કેટલીય વ્યક્તિઓની અંદર પડેલી સર્જનાત્મકતાને વ્યક્ત થવા માટેનું પ્લેટફેર્મ સાંપડયું છે. ફેસબુક કે વોટ્સએપ પર ઘણાં ફલતુ મેસેજ આવે છે તો એની સાથે-સાથે ચકિત કરી નાખે એવા, તો ક્યારેક તીક્ષ્ણ વ્યંગ કરતા વાક્યો વાંચીને આફ્રીન પોકારી જવાય અને થાય કે આવું સરસ કોણ વિચારતું અને લખતું હશે! મોટાભાગે મેસેજ ફેરવર્ડ થઈને આવતા હોય છે અને એના મૂળ સર્જક વિશે આપણને કંઈ જ ખબર પડતી નથી.

ઇન્ટરનેટ પર માઇક્રોફ્ક્શિન એટલે કે થોડાક જ શબ્દોમાં વાર્તા કહેવાનો એક સરસ મજાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવી જ માત્ર બે વાક્ય અને પચ્ચીસેક શબ્દોમાં લખાયેલી એક ટચુકડી વાર્તાએ હૃદયને હચમચાવી નાખ્યું હતું. એ વાર્તા કંઈક આવી છે.

તેણે નજીક આવીને કહ્યું, “આઈ લવ યુ”

તેણે (સ્ત્રીએ) કહ્યું, “પ્લીઝ, આજે હું બહુ જ થાકી ગઈ છું”

આ વાર્તામાં એક નાયક અને નાયિકા વચ્ચેનો બે વાક્યોનો સંવાદ છે. પરંતુ આ બે વાક્યથી જ સર્જકે કેટલું બધું કહી દીધું છે! વાર્તાના બે પાત્રો વિશે કશું જ કહેવાયું નથી પણ તેમના આ સંવાદ પરથી અનુમાન કરી શકાય છે કે આ સંવાદ પતિ-પત્ની અથવા એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો છે. પુરુષ પાત્ર નજીક સરકીને સ્ત્રીને આય લવ યુ કહે છે. એના જવાબમાં સ્ત્રી એટલું જ કહે છે કે પ્લીઝ આજે હું બહુ થાકી ગઈ છું. સંવેદનશીલ વાચક સમજી જાય છે કે આ પુરુષ તે સ્ત્રીને ત્યારે જ આઈ લવ યુ કહેતો હશે જ્યારે તેને પોતાની જાતીય ભૂખ સંતોષવા માટે તે સ્ત્રીની જરૂરત પડતી હશે. આમ તો આ વાત કંઈ ખુલીને કહેવાઈ નથી પણ સ્ત્રીનો જે જવાબ છે એના પરથી આવી સ્થિતિ તે બંને વચ્ચે પ્રવર્તતી હશે એનો અંદાજ કાઢવો મુશ્કેલ નથી. કારણ કે એ ‘આઈ લવ યુ’ના જવાબમાં તે સ્ત્રી ‘આઈ લવ યુ ટુ’ કે એવો કોઈ જવાબ આપતી નથી કે ન તો એ શબ્દોને તે પુરુષના પોતાના પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ ગણે છે. ‘આઈ લવ યુ’ની સામે તે સ્ત્રીનો જવાબ છે કે ‘પ્લીઝ આજે હું બહુ થાકી ગઈ છું.’ મતલબ સાફ્ થઈ જાય છે. એ સ્ત્રી જાણે છે કે તે પુરુષનું આઈ લવ યુ ફ્ક્ત શરીરના સંબંધ પૂરતું જ મર્યાદિત છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે પુરુષને એ સ્ત્રીનું શરીર જોઈએ છે, ભોગવવા માટે. જ્યારે-જ્યારે તેને એ જોઈતું હશે ત્યારે-ત્યારે તે આઈ લવ યુ કહેતો હશે અને એટલે આ સ્ત્રી વિનવણી કરતા કહે છે કે ના, આજે નહીં કારણ કે હું બહુ થાકી ગઈ છું.

આ માઇક્રોફ્ક્શિન અથવા ટચુકડી વાર્તામાંનો સ્ત્રીનો જવાબ સંવેદનશીલ અને સમજદાર વાચકના હૈયા સોંસરવો ઉતરી જાય છે. દરેક ભાવક અને વાચક આ પાત્રો અને તેમના સંબંધો વિશે એક આખી વાર્તા કે નવલકથા લખી શકે કે પછી અનુમાન કરી શકે એટલી ક્ષમતા આ વાર્તામાં રહેલી છે. જોકે એના કરતાંય વિશેષ આ વાર્તા અસંખ્ય સ્ત્રીઓની વેદનાને વાચા આપે છે. ઘણા બધા પુરુષો માટે સ્ત્રી એ જાતીય ભૂખ સંતોષવાનું કે ભોગવટાનું સાધન છે. આવા ‘આઈ લવ યુ’ની પાછળ લાગણી નહીં પણ સ્વાર્થ જ હોય છે એવું અનેક સ્ત્રીઓએ અનુભવ્યું છે. આ ઘણા સંબંધોની વાસ્તવિકતા છે અને આ વરવી વાસ્તવિકતા ફ્ક્ત બે વાક્યોમાં આપણી સમક્ષ મૂકાય છે ત્યારે એ સોંસરવી ઉતરી જાય છે. આ વાર્તા કોણે લખી છે એની ખબર નથી પણ આવી વધુ ટૂંકી, ટચુકડી અને ચોટડૂક કૃતિઓની થોડી વધુ વાતો ફ્રી કરીશું. ત્યાં સુધી આ બે વાક્યોની વાર્તાને મમળાવશો તો કહ્યા વિના જે ઘણું બધું વ્યક્ત થયું છે એ પચ્ચીસ શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં પામી શકશો.

[email protected]