NIFTY 10,252.10 +59.15  |  SENSEX 33,246.70 +193.66  |  USD 64.3400 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં રાહુલ અને સોનિયા ગાંધીના ફોટાને શોર્ટ્સ પહેરાવી કર્યો વિરોધ, વિવાદાસ્પદ ટિપ્પણીનો રોષ

સુરતમાં રાહુલ અને સોનિયા ગાંધીના ફોટાને શોર્ટ્સ પહેરાવી કર્યો વિરોધ, વિવાદાસ્પદ ટિપ્પણીનો રોષ

 | 7:09 pm IST

રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત દરમિયાન કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના કારણે રોષ ફેલાયો છે. આજે સુરતમાં ઉધના વિસ્તારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ફોટાને શોર્ટ સ્કર્ટ પહેરાવી હિંદુ યુવા વાહિની દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણ અંગેની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે તેમાં? તમે ક્યારેય આરએસએસમાં મહિલાઓ જોઇ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. સંગઠનથી તમને ખબર પડી જાય છે. કોંગ્રેસમાં દરેક જગ્યાએ મહિલાઓ છે. આરએસએસમાં એક મહિલા નથી દેખાતી.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરામાં આરએસએસ અને મહિલાઓ અંગે અપમાન જનક ટીપ્પણી કરવામાં આવી હતી જે અંગે ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિદેશમાં રહેતા રાહુલ ગાંધીને આર.એસ.એસ. શું છે એની શું ખબર હોય? રાહુલ ગાંધીએ મહિલાઓ માટે જે અપમાન જનક શબ્દો વાપર્યા છે તે અંગે પોતાનું નિવેદન પાછુ ખેંચે અને દેશની મહિલાઓની માફી માંગે દેશની મહિલાઓ આ અપમાનને કયારેય સહન નહિં કરી લે. જરૂર પડે દેશની મહિલા રોડ પર આવીને પણ વિરોધ કરશે અને આગામી ચૂટણીમાં મહિલાઓ આ અપમાનનો બદલો ચોક્કસ દેખાડી દેશે.