મૂડી નફાની ગણતરી માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ! - Sandesh
  • Home
  • Columnist
  • મૂડી નફાની ગણતરી માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ !

મૂડી નફાની ગણતરી માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ !

 | 3:33 am IST
  • Share

મૂડી-નફાની આકારણી માટે ટૂંકા ગાળાનો મૂડી-નફો (Short Term Capital Gain) તથા લાંબા ગાળાનો મૂડી-નફો (Long Term Capital Gain), એમ મૂડી-નફાના બે પ્રકારો ગણવામાં આવે છે. મૂડીરૂપી મિલકત સંપાદન કર્યા પછી છત્રીસ માસ (ત્રણ વર્ષ)ના ગાળાની અંદર તેનું હસ્તાંતર કરવામાં આવે તો તેને ટૂંકા ગાળાની મૂડી-મિલકત કહેવામાં આવે છે અને આવી મિલકતના હસ્તાંતરમાંથી થતાં નફાને ટૂંકા ગાળાનો મૂડી-નફો કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જો મૂડી મિલકત સંપાદન કર્યા પછી છત્રીસ માસ (ત્રણ વર્ષ) બાદ તેનું હસ્તાંતર કરવામાં આવે તો તેને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય છે અને આવી મિલકતના હસ્તાંતરમાંથી થતાં નફાને લાંબા ગાળાનો મૂડી-નફો કહેવામાં આવે છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે, કંપનીના શેર, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા મ્યુચ્યુઅલ ફંડના યુનિટો તેમજ સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ ર્નિિદષ્ટ એવી સિક્યુરિટીઝ (જેમ કે બોન્ડ, ડિબેન્ચર વગેરે)ના હસ્તાંતરના સંદર્ભમાં રોકાણનો સમય (period of holding), ઉપર જણાવ્યા અનુસાર છત્રીસ માસ (ત્રણ વર્ષ)ને બદલે બાર માસ (એક વર્ષ) નિયત કરવામાં આવ્યો છે અને તેથી બાર માસથી વધુ સમય માટે ધારણ કરેલ આવી નાણાકીય મિલકતોના હસ્તાંતરમાંથી ઉદ્ભવતા નફાને લાંબા ગાળાનો મૂડી-નફો કહેવામાં આવે છે.

LTCGની ગણતરીના હેતુસર ડેબ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ તેમજ અનલિસ્ટેડ સિક્યુરિટીના કેસમાં ૧૨ને બદલે હવે ૩૬ મહિનાના હોલ્ડિંગની ગણતરી

કલમ ૨(૪૨એ) હેઠળ ટૂંકા ગાળાની મૂડીરૂપી મિલકત (Short Term Capital Assets)ની વ્યાખ્યા અનુસાર ૩૬ મહિનાથી ઓછા સમય માટે ધારણ કરેલ મૂડીરૂપી મિલકતને Shoprt Term ગણવામાં આવે છે. આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ સુધીની જોગવાઈઓ હેઠળ આ સંદર્ભમાં કરાયેલ અપવાદ અનુસાર, કોઈ પણ કંપનીના શેર કે ભારતમાં માન્ય એવા સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ કોઈ સિક્યુરિટી, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કે અન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટ તેમજ ઝીરો કૂપન બોન્ડના સંદર્ભમાં ઉપરોક્ત ૩૬  મહિનાને સ્થાને ૧૨ મહિનાના હોલ્ડિંગ પિરિયડની ગણતરી કરવાની રહેતી હતી.

આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કલમ ૨(૪૨એ)માં કરાયેલા સુધારા અનુસાર લિસ્ટેડ સિક્યુરિટી કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ તેમજ ઝીરો કૂપન બોન્ડના કેસમાં જ ઉપરોક્ત બાર મહિનાના હોલ્ડિંગ પિરિયડની ગણતરી કરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી. આમ આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કોઈ પણ ડેબ્ટ ઓરિએન્ટેડ ઇક્વિટી ફંડના યુનિટ, જેમાં ફિક્સ મેચ્યોરિટી પ્લાન (FMP)નો પણ સમાવેશ થાય તેમજ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર લિસ્ટેડ ન હોય તેવા કોઈ પણ શેર કે સિક્યુરિટીઝના કેસમાં લાંબા ગાળાની મૂડી-નફાની ગણતરીનો લાભ તો જ મળી શકશે, જો આવી મૂડીરૂપી મિલકતોને ઓછામાં ઓછા ૩૬ મહિના માટે ધારણ કરવામાં આવી હોય.

અનલિસ્ટેડ કંપનીના શેરોના ન્ઝ્રય્ની ગણતરી માટે ૩ વર્ષનો હોલ્ડિંગ પિરિયડ ઘટાડીને ૨ વર્ષ કરાયો

આકારણી વર્ષ ૨૦૧૬-૧૭ સુધીની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કંપનીના શેરોના વેચાણ ઉપર ઉદ્ભવતા મૂડી-નફાના કેસમાં જો આવા શેર Listed Companyના હોય તો તે સંબંધી લાંબા ગાળાના મૂડી-નફાની ગણતરીના હેતુસર ૧૨ મહિનાનો હોલ્ડિંગ પિરિયડ લક્ષમાં લેવામાં આવે છે, પરંતુ Unlisted Companyના કેસમાં આ હોલ્ડિંગ પિરિયડ ૩૬ મહિનાનો ગણવાનો રહે છે.

આકારણી વર્ષ ૨૦૧૭-૧૮થી અનલિસ્ટેડ કંપનીના શેરોના સંદર્ભમાં લાંબા ગાળાના મૂડી-નફાની ગણતરીના હેતુસર ઉપરોક્ત ત્રણ વર્ષનો હોલ્ડિંગ પિરિયડ ઘટાડીને બે વર્ષ કરાયો છે. આ હેતુસર કલમ ૨(૪૨એ)માં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.

LTCGના મૂડી-નફા સંબંધી ૧૦%ના રાહતકારક દરનો લાભ મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં મળી શકશે નહીં

આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ સુધી કલમ ૧૧૨ની જોગવાઈઓ અનુસાર લાંબા ગાળાના મૂડી-નફા ઉપર આવકવેરાની ગણતરીના હેતુસર જો સંબંધિત લાંબા ગાળાની મૂડીરૂપી મિલકત લિસ્ટેડ સિક્યુરિટી, યુનિટ કે ઝીરો કૂપન બોન્ડ હોય તો તેવા કેસમાં ઉદ્ભવતા મૂડી-નફાના સંદર્ભમાં, ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦%ના દરે થતા આવકવેરા કે ઈન્ડેક્સેશનના લાભ સિવાય ૧૦%ના દરે થતા આવકવેરા, બેમાંથી કરદાતા માટે જે વધુ લાભકર્તા હોય તેની પસંદગીની છૂટ આપવામાં આવી હતી.

આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી ઉપરોક્ત કલમ ૧૧૨ હેઠળ સુધારો કરીને એવી જોગવાઈ કરવામાં આવી કે, ૧૦%ના કન્સેશનલ ટેક્સનો લાભ મ્યુચ્યુઅલ ફંડના યુનિટના સંદર્ભમાં મળી શકશે નહીં. આ લાભ માત્ર કોઈ પણ લિસ્ટેડ સિક્યુરિટી કે ઝીરો કૂપન બોન્ડના સંદર્ભમાં જ મળી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી.

૧૦મી જુલાઈ, ૨૦૧૪ના રોજ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું તે અગાઉ રોકાણકારોએ આવા યુનિટ કે હ્લસ્ઁમાં કરેલ રોકાણને સુધારેલી જોગવાઈઓમાંથી મુક્તિ આપીને તેમના કેસમાં મૂડી-નફાની કરપાત્રતા અગાઉની જોગવાઈઓના આધારે નિયત કરાવી જોઈએ તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી.

પરંતુ ૨૦૧૪નું નાણાકીય બિલ પસાર કરતી વખતે નાણામંત્રી દ્વારા એટલી જ રાહત આપવામાં આવી કે, ૧લી એપ્રિલ, ૨૦૧૪થી ૧૦મી જુલાઈ, ૨૦૧૪ દરમિયાન રિડેમ્પશન કરાયેલા યુનિટના સંદર્ભમાં ઉપરોક્ત કલમ ૨(૪૨એ) તેમજ ૧૧૨ની સુધારેલી જોગવાઈઓ લાગુ પડશે નહીં.

FMPના Roll-overને હસ્તાંતર ગણાશે નહીં તે બાબતે CBDT દ્વારા કરાયેલી સ્પષ્ટતા

તારીખ ૯મી એપ્રિલ, ૨૦૧૫ના નોટિફિકેશન નંબર F. No. ૧૩૩/૩૯/૨૦૧૪-TPL હેઠળ સીધા કરવેરા હેઠળ મધ્યસ્થ બોર્ડ (CBDT) દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૨૦૧૪ના ઉપરોક્ત કાયદાકીય સુધારાના સંદર્ભમાં ૧૨ મહિના બાદ FMPની પાકતી તારીખે રોકાણકારને Roll-overLke પસંદગીની તક આપીને જો હ્લસ્ઁના રોકાણનો સમયગાળો ૩૬ મહિના સુધી લંબાવવામાં આવે તો આવા Roll-overLku કલમ ૨(૪૭) હેઠળ હસ્તાંતર (Transfer) ગણવામાં આવશે નહીં.  આવા કેસમાં ૩૬ મહિના બાદ હ્લસ્ઁના યુનિટ્સનું Redemption કરવામાં આવે, ત્યારે જ તેના સંદર્ભમાં મૂડી-નફા ઉપરની આવકવેરાની જવાબદારી ઉપસ્થિત થશે.

વિશેષ સંજોગોમાં ધારણ કરેલ મિલકતો સંબંધી વિશિષ્ટ જોગવાઈઓ

જો કરદાતાએ હસ્તાંતર કરેલી મૂડી મિલકત તેણે ખરીદ ન કરી હોય, પરંતુ કલમ ૪૯(૧) હેઠળ નીચે જણાવેલા વિશેષ સંજોગોમાં તે આવી મૂડી મિલકતનો માલિક બન્યો હોય તો તેવા કેસમાં મૂડી-નફાની ગણતરીના હેતુસર કરદાતાએ મિલકત ધારણ કર્યાનો સમય (period of holding) નક્કી કરવા માટે અગાઉના માલિક (previous owner) દ્વારા આવી મિલકત જેટલા સમય માટે ધારણ કરવામાં આવી હોય તે સમય પણ લક્ષમાં લેવામાં આવશે :

(અ) એચ.યુ.એફ.ના સંપૂર્ણ કે અંશતઃ વિભાજન સમયે વહેંચવામાં આવેલી મિલકત.

(બ) બક્ષિસ અથવા વસિયતનામા હેઠળ મળેલી મિલકત.

(ક) વારસા હેઠળ મળેલી મિલકત.

(ડ) કંપનીના લિક્વિડેશન સમયે વહેંચવામાં આવેલી મિલકત.

દૃષ્ટાંત : ‘અ’ને તેના પિતા તરફથી ૧૦-૨-૨૦૧૬ના રોજ એક મકાનની બક્ષિસ મળી છે. ‘અ’ના પિતા દ્વારા આ મકાન ૧૧-૧-૨૦૧૩ના રોજ ખરીદવામાં આવ્યું હતું. જો બક્ષિસ મળેલ આ મકાન ‘અ’ દ્વારા ૧૧-૨-૨૦૧૬ના રોજ (બક્ષિસના માત્ર એક દિવસ પછી) વેચવામાં આવે તો આ કેસમાં મૂડી-નફાની ગણતરીના હેતુસર આ મકાન ‘ધારણ કર્યાના સમય’ની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે :

“  અગાઉના માલિક (‘અ’ના પિતા) દ્વારા મિલકત ધારણ કર્યાનો સમય

(૧૧-૧-૨૦૧૩થી ૧૦-૨-૨૦૧૬)        ૩૭ મહિના

“  કરદાતા ‘અ’ દ્વારા મિલકત ધારણ કર્યાનો સમય

(૧૦-૨-૨૦૧૬થી ૧૧-૨-૨૦૧૬)        ૨ દિવસ

મિલકત ધારણ કર્યાનો કુલ સય : ૩૭ મહિના + ૨ દિવસ

આમ, આ કેસમાં મકાનના વેચાણનો નફો લાંબા ગાળાનો મૂડી-નફો ગણવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો