Should never be touched by hand, acne, otherwise this big problem will be
  • Home
  • Fashion & Beauty
  • હાથથી ન ફોડવા જોઇએ ખીલ, નહીંતર થશે આટલી મોટી સમસ્યા

હાથથી ન ફોડવા જોઇએ ખીલ, નહીંતર થશે આટલી મોટી સમસ્યા

 | 4:26 pm IST

પિંપલ્સ તમારી ત્વચાની સુંદરતાને છીનવી લેતા હોય છે. ખાસ કરીને અનહેલ્ધી ડાયેટ, ત્વચાનું ધ્યાન ન રાખવું, તણાવ, હોર્મોન્સનું અસંતુલિત હોવું સહિતના ઘણા કારણોને લઇને ત્વચા પર ખીલ થાય છે. તો કેટલીક વખત આપણે ખીલને દબાવીએ છીએ જેના કારણથી ચહેરા પર ડાઘ-ધબ્બા દેખાવવા લાગે છે. તે સિવાયના અન્ય કેટલાક કારણ છે જેથી ખીલને ક્યારેય દબાવવા ન જોઇએ. ખીલને દબાવવા ત્વચા માટે હાનિકારક હોય શકે છે. તેનાથી ખીલની સમસ્યા થતી નથી પરંતુ ત્વચાની સમસ્યાઓમાં વધારો થાય છે. તો આવો જાણીએ કેવી રીતે ખીલની સમસ્યાથી તમે છૂટકારો મેળવવો જોઇએ.

ચામડીનો રોગ થવાનો ખતરો

ખીલને દબાવવાથી સોજો વધી જાય છે અને વારંવાર આમ કરવાથી સાધારણ ખીલ પણ કઠોર થઇ જાય છે. આ ખીલ ધીમે-ધીમે ચામડીના રોગમાં પણ બદલાઇ શકે છે. જેથી હાથનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ.

સોજા આવવાની સમસ્યા

ત્વચા પર ખીલના કારણથી બળતરા પેદા થવા લાગે છે. એવામાં જો તમે ખીલને હાથથી દબાવો છો તો તેનાથી સોજો અને બળતરા થવાની સમસ્યામાં વધારો થાય છે. જેના કારણે ક્યારેય ખીલને દબાવવી ન જોઇએ.

ઇન્ફેક્શન થવાનો ખતરો

જ્યારે તમે ખીલ દબાવો છો તો એવામાં બેક્ટરિયા અંદરની તરફ જતા રહે છે અને પછી જ્યારે તમે ખીલ પરથી હાથ હટાવો છો તો ખીલ પ્રદુષિત વાતાવરણના સંપર્કમાં આવીને સંક્રમણના ખતરામાં વધારો થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન