Should not be this mistake, otherwise the hair will be damaged
  • Home
  • Fashion & Beauty
  • ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલ, નહીંતર વાળને થશે નુકસાન

ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલ, નહીંતર વાળને થશે નુકસાન

 | 11:15 am IST

વાળને સ્વસ્થ રાખવા માટે વાળની યોગ્ય રીતે સાચવણી કરવી જરૂરી છે. યોગ્ય આહાર, પૂરતા પાણીનું સેવન, થોડીક એક્સરસાઇજ, તેલની માલિશ અને યોગ્ય શેમ્પુનો ઉપયોગ સહિત તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે સિવાય વાળને મજબૂત બનાવી રાખવા અને તૂટવાથી બચાવવા માટે તમારે તનાવથી પણ દૂર રહેવું જોઇએ. કેટલીક એવી વાતો હોય છે જેને તમે જાણતા નહીં હોવ કે તે વાળને કઇ રીતે નુકસાન કરે છે.

એન્ટી ડેંન્ડ્રફ શેમ્પુનો વધારે ઉપયોગ

ખોડાથી છૂટકારો મેળવવા માટે તમે એન્ટી-ડેન્ડ્રફ શેમ્પુનો ઉપયોગ કરો છો. પરંતુ તેનો નિયમિત રીતે ઉપયોગ ન કરવો જોઇએ. કારણકે હેર ડેમેજનું કારણ બની શકે છે.

આર્ટિફિશિયલ કલર

વર્ષ દરમિયાન માટે તમે તમારા વાળમાં આર્ટિફિશિયલ કલર ના રાખો. એક વખત કલર નીકળી જાય તે બાદ તરત કલર ન કરાવવો જોઇએ અને 2-3 મહિના બાદ જ કલર કરાવો.

હેર સ્ટાઇલિંગ જેલ

હેર સ્ટાઇલિંગ જેલનો વધારે ઉપયોગ વાળની ચમકને ઓછી કરી દે છે. અને તેને કમજોર પણ બનાવે છે. જેથી કેમિકલ યુક્ત હેર સ્ટાઇલિંગ જેલનો ઉપયોગ ન કરવો જોઇએ.

ભીના વાળ ન બાંધો

વાળ જ્યારે ભીના હોય તો તેની તૂટવાની સંભાવના વધારે હોય છે. સાથે જ આ દરમિયાન ટ્રેક્શન વધારે હોય છે. જેથી ભીના હોવા પર વાળને બાંધો નહી અને કાંસકાથી વાળ ન ઓળવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન