Shraddh Special Kesar Kheer Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પિતૃઓને પ્રસન્ન કરશે માવાયુક્ત કેસરિયા ખીર, બનાવો આ રીતે

પિતૃઓને પ્રસન્ન કરશે માવાયુક્ત કેસરિયા ખીર, બનાવો આ રીતે

 | 2:28 pm IST
  • Share

શ્રાદ્ધ ચાલી રહયા છે અને પિતૃઓને ખુશ કરવા માટે આપણે જુદી-જુદી શુદ્ધ અને સાત્વિક વાનગીઓ બનાવીને તેમને અર્પણ કરીએ છીએ. તો આજે જાણીએ કેસરિયા ખીર બનાવવાની રીત –

સામગ્રી –

  • બે મુઠ્ઠી બાસમતી ચોખા
  • બે લિટર ઘાટું દૂધ
  • પચાસ ગ્રામ માવો
  • એક વાટકી ડ્રાયફ્રુટની કતરણ
  • ચાર ચમચી ખાંડ
  • અડધી ચમચી પીસેલી ઈલાયચી
  • કેસરના ત્રણથી ચાર દોર
  • એક ચપટી મીઠો પીળો રંગ

રીત –

ખીર બનાવતા પહેલા એક કે બે કલાક પહેલા ચોખા ધોઈ લો અને તેને પાણીમાં પલાળી દો. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરો અને 10-15 મિનિટ ઉકળવા દો. આ પછી ચોખામાંથી બધું પાણી કાઢીને ચોખા દૂધમાં નાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

ચોખા રાંધ્યા બાદ તેમાં ખાંડ ઉમેરો અને ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે માવાને છીણી વડે છીણી લો અને તેને ખીરમાં મિક્સ કરો. જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરો.

હવે એક અલગ બાઉલમાં થોડું ગરમ દૂધ લો અને તેમાં કેસર 5-10 મિનિટ માટે ઓગાળી દો. એ પછી આ કેસરવાળું દૂધ ખીરમાં નાખો. જો ખીર કેસરી રંગની ન થાય તો તેમાં એક ચપટી મીઠો પીળો રંગ ઉમેરો. હવે ખીરને 5-7 મિનિટ માટે ઉકાળો, પછી ગેસ બંધ કરો. પિતૃઓને કેસરની ખીર સાથે ફળો અર્પણ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો