Shraddh ends on 9th, pl do nt this 8 work on the day
  • Home
  • Astrology
  • 9મી ઓક્ટોબરે શ્રાદ્ધની સમાપ્તિ, આ દિવસે ન કરશો આ 8 કામ

9મી ઓક્ટોબરે શ્રાદ્ધની સમાપ્તિ, આ દિવસે ન કરશો આ 8 કામ

 | 4:42 pm IST

સોળ શ્રાદ્ધ 9મી ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યાં છે. આ દિવસે સર્વપિતૃ અમાવાસ્યા રહેશે. તે છેવટના શ્રાદ્ધ સાથે જ શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે. જો કોઈની તિથિ યાદ ન હોય તો તે સહિતના તમામ મૃત વ્યક્તિઓનું શ્રાદ્ધ 9મી તારીખે કરી શકાશે. આ દિવસે શ્રાદ્ધ કરો તો આ 8 કામ ન કરશો.

1. શ્રાદ્ધ ના બીજા દિવસે કોઈ બીજા શહેરની યાત્રા કે પ્રવાસ કરવો નહિં.

2. શ્રાદ્ધ કરો તે દિવસે વિધિ દરમિયાન ગુસ્સા પર કાબૂ રાખવો.

3. સંકલ્પ વગર ક્યારેય શ્રાદ્ધ કર્મ પૂર્ણ નથી થતો. તેથી અંતિમ દિવસે હાથમાં ચોખા, ચંદન, ફળ અને તલ લઈને પિતૃઓનું તર્પણ કરો.
શ્રાદ્ધમાં ચણા, મસુર, અડદ, સત્તુ, મૂળા, કાળુ જીરુ, ખીરા, સંચળ, કાળા અડદ કે વાસી અને અપવિત્ર ફળનો ઉપયોગ કરવો નહિ.


4. પિતૃઓની કૃપા માટે શ્રાદ્ધના અંતિમ દિવસે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવો. એ સિવાય પિતૃદોષમાંથી મુક્તિ માટે દાન જરૂર કરવું જોઈએ.

5. શ્રાદ્ધમાં કાળા તલ અને દાભડો હોવો જરૂરી છે. સાથે જ ભોજન બનાવવામાં પણ કોઈ પ્રકારના લોખંડ કે માટીના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ.

6. શ્રાદ્ધમાં કોઈ પ્રકારની તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

7.શ્રાદ્ધમાં વિધિ ચાલતી હોય ત્યારે અવાજ બિલકુલ ન કરવો. શ્રાદ્ધ પૂરા થાય ત્યારે સાંજે ભગવાન પાસે કે મંદિરમાં દીપદર્શન કરવું. સાથોસાથ એવી પ્રાર્થના કરવી કે તમામ પિતૃઓની ગતિ થાય તેમનો માર્ગ પ્રકાશમય હોય.

8.સાવરણીથી ન વાળવું અને કપડાં ન ધોવા. નહિં તો શ્રાદ્ધથી લાભ મળવાને બદલે નુકસાન થાય છે.