Shraddha Kapoor Asked For CBD Oil Drug Says jaya Saha
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતની પૂર્વ મેનેજરે કર્યો ચોંકાવનારો ખુલાસો, શ્રદ્ધા કપૂરને અપાવ્યું હતુ આ ડ્રગ્સ

સુશાંતની પૂર્વ મેનેજરે કર્યો ચોંકાવનારો ખુલાસો, શ્રદ્ધા કપૂરને અપાવ્યું હતુ આ ડ્રગ્સ

 | 6:41 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં ડ્રગ્સ એન્ગલ પર ચાલી રહેલી તપાસે બોલીવુડના અનેક સ્ટાર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ ક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો છેલ્લા 3 દિવસથી સુશાંતની પૂર્વ મેનેજર જયા સાહાની પૂછપરછ કરી રહી છે. જયા સાહાની પૂછપરછ તેની વ્હોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ થઈ, ત્યારબાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહનું નામ સામે આવ્યું. એનસીબીએ સારા, દીપિકા, શ્રદ્ધા સહિત 7 લોકોને સમન્સ પાઠવ્યા છે.

શ્રદ્ધાએ સીબીડી ઑઇલ ડ્રગ્સ માંગ્યું હતુ

જયા સાહાએ એનસીબીની પૂછપરછમાં જણાવ્યું કે શ્રદ્ધા કપૂરે તેની પાસે કયુ ડ્રગ્સ માંગ્યું હતુ. સૂત્રોના પ્રમાણે જયા સાહાએ જણાવ્યું કે શ્રદ્ધા કપૂરે તેની પાસે સીબીડી ઑઇલ ડ્રગ્સ માંગ્યું હતુ. જયા સાહાએ કબૂલ્યું કે તેણે શ્રદ્ધાને સીબીડી ઑઇલ અપાવ્યું હતુ. જયા ઉપરાંત ફાર્મહાઉસના બોટમેને એનસીબીને જણાવ્યું છે કે શ્રદ્ધા એ પાર્ટીમાં સામેલ થઈ હતી જ્યાં ગાંજાનો ઉપયોગ થયો હતો. રિયા ચક્રવર્તીએ પણ એનસીબીની પૂછપરછમાં શ્રદ્ધા કપૂરનું નામ લીધું હતુ.

ટીવી ઇન્ડસ્ટ્રીના પણ 2 સ્ટાર્સનું ડ્રગ્સ કેસમાં નામ

એનસીબી પ્રમાણે પૂછપરછ દરમિયાન રિયાએ શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધું હતુ. તો હવે એનસીબીએ શ્રદ્ધાને પણ સમન્સ પાઠવ્યા છે અને આગામી ત્રણ દિવસની અંદર પૂછપરછ માટે હાજર થવા કહેવામાં આવ્યું છે. તો હવે ડ્રગ્સ એન્ગલમાં 2 ટીવી સ્ટારના નામ પણ સામે આવ્યા છે. ડ્રગ્સ મામલે એનસીબીએ અબીગૈલ પાંડે અને સનમ જૌહરને સમન્સ પાઠવ્યા છે.

આ વિડીયો પણ જુઓ: આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન