Shraddha Kapoor Dating Kartik Aryan See The Photos
  • Home
  • Featured
  • Photos: કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર? જોઇ લો આ તસવીરો

Photos: કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર? જોઇ લો આ તસવીરો

 | 4:02 pm IST

બોલીવુડ સ્ટાર્સ પોતાના અફેર્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. રવિવાર રાત્રે 10 વાગ્યે શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન જૂહુનાં ડાયનામિક્સ મૉલનાં પીવીઆર ઑડી 2માં જતા જોવા મળ્યા હતા. બંનેએ લેટ નાઇટ મૂવી એન્જૉય કરી હતી.

આ દરમિયાનને કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો સામે આવતા જ શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યનનાં અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાક સમય પહેલા પણ આ બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.

આ ડિનર ડેટ દરમિયાન બંને સ્ટાર્સે ભરપુર મસ્તી કરી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન દિનેશ વિજનની અપકમિંગ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. આ પહેલા કાર્તિક શ્રદ્ધાની તારીફ કરતા જોવા મળ્યો હતો અને કહ્યું હતુ કે તે શ્રદ્ધા સાથે કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરનું બ્રેકઅપ થઈ ગયું છે. ફરહાન અખ્તર અત્યારે શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે.