શ્રદ્ધા કપૂરે ઠુકરાવી હતી સલમાનની ફિલ્મની ઑફર, આપ્યું હતું આ કારણ - Sandesh
NIFTY 10,124.35 +30.10  |  SENSEX 32,996.76 +73.64  |  USD 65.1900 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રદ્ધા કપૂરે ઠુકરાવી હતી સલમાનની ફિલ્મની ઑફર, આપ્યું હતું આ કારણ

શ્રદ્ધા કપૂરે ઠુકરાવી હતી સલમાનની ફિલ્મની ઑફર, આપ્યું હતું આ કારણ

 | 4:10 pm IST

શ્રદ્ધા કપૂરની ગણના બોલિવુડની જાણીતી યંગ અભિનેત્રીઓમાં થાય છે. ઘણાં મોટા ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મમાં શ્રદ્ધાને સાઇન કરવાની ઇચ્છા રાખે છે. ઓછા સમયમાં નામના મેળવનારી આ અભિનેત્રી સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઑફર ઠુકરાવી ચુકી છે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેની પાસે એક ફિલ્મમાં કામ કરવાની ઑફર આવી હતી. આ ઑફર બીજા કોઇએ નહીં પરંતુ બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાને આપી હતી. શ્રદ્ધા કપૂરે પોતાના અભ્યાસનું કારણ આગળ ધરીને ફિલ્મમાં કામ કરવાની ના કહી હતી.

થયું એવું હતું કે સલમાન ખાન શ્રદ્ધા કપૂરને સ્કૂલમાં એક પ્લે પરફોર્મ કરતા જોઇને તેની એક્ટિંગથી પ્રભાવિત થયા હતા. સાથે જ તેમણે શ્રદ્ધાને એક ફિલ્મમાં કામ કરવાની ઑફર આપી હતી. શ્રદ્ધાએ ‘અત્યારે સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરવા માંગુ છું’ તેમ કહીને વિનમ્રતાથી સલમાનની આ ઑફર ઠુકરાવી હતી.

બોલિવુડમાં સલમાનની છબી ગોડફાધરની છે. તેમણે કેટલાયે યંગ એક્ટર્સને તેમની ફિલ્મી કેરિઅર બનાવવામાં અને બચાવવામાં મદદ કરી છે. કેટલાયે નવા કલાકારોને બોલિવુડમાં પગ જમાવવાનાં અવસર આપ્યા છે. સલમાનને કારણે જ કેટરીના કૈફે અભિનયની દુનિયામાં એક મુકામ મેળવ્યું છે. હવે આવનારા સમયમાં સલમાન શ્રદ્ધાને કોઇ ફિલ્મ ઑફર કરે છે કે નહીં તે જોવું રહ્યું.

શ્રદ્ધા કપૂરે ફિલ્મ ‘આશિકી-2’થી બોલિવુડમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ શ્રદ્ધાએ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘બાગી’, ‘હૈદર’ અને ‘એક વિલન’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રદ્ધા આગામી ફિલ્મ ‘શાહો’માં બાહુબલી ફેમ પ્રભાસ સાથે જોવા મળશે.