Shraddha Kapoor to marry Rohan Shreshtha in 2020: Reports
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૂત્ર : સાહોની હિરોઈન શ્રદ્ધા કપૂર કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે તે વ્યક્તિ

સૂત્ર : સાહોની હિરોઈન શ્રદ્ધા કપૂર કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે તે વ્યક્તિ

 | 4:00 pm IST

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફેમસ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં છે, તેની ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે. જ્યારથી શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન સાથેની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારથી અફવાહ પણ ઉડી રહી છે. સૂત્રો મુજબ ગત બે વર્ષ તે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. અને તેઓ 2020માં લગ્ન કરી શકે છે.

જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠે પોતાના રિલેશનશિપને લઈને કઈ કહ્યું નથી. સૂત્રો અનુસાર શ્રદ્ધા અને રોહન 2020માં લગ્ન કરી શકે છે અને બંનેએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શ્રદ્ધા કપૂરની માં શિવાંગી કપૂર લગ્નને લઈને ઘણા વિચારો કરી રહી છે.

શ્રદ્ધા કપૂર સ્ટ્રીટ ડાંસર 3D, બાઘી 3 અને ઘણી ફિલ્મોમાં વ્યસ્ત રહેવાની છે. તે વચ્ચે તેને લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવાની રહેશે. જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર ઘણા અભિનેત્રીઓની જેમ લગ્ન બાદ પણ ફિલ્મો કરશે. જો કે શક્તિ કપૂરની છોકરીના રિલેશનશિપની ચર્ચાઓને અફવા માની રહ્યાં છે. તેમણે કહ્યું હતુ કે, શ્રદ્ધા કપૂર આગલા 4 કે 5 વર્ષ સુધી લગ્ન નહીં કરે. તેની પાસે ખુબ કામ છે અને તે પોતાના પ્રોજેક્ટને લઈને ફોકસ કરવા માંગે છે. માટે આગલા 2 વર્ષ માટે તે ખુબ વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન