Shraddha Paksha: Time to repay the debts of the Pitru the zodiac sign.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય રાશિ અનુસાર કરો પિતૃદોષ દૂર કરવાના ઉપાય

શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય રાશિ અનુસાર કરો પિતૃદોષ દૂર કરવાના ઉપાય

 | 7:53 am IST
  • Share

આ સંસારમાં આપણા ઉપર જો કોઈનું સૌથી વધારે ઋણ હોય તો તે છે આપણાં માતા-પિતા અને પૂર્વજોનું ઋણ. આપણાં માતા-પિતા જ આપણા માટે સંપૂર્ણ બ્રહ્માંડ છે. શ્રી ગણેશજીએ પોતાનાં માતા-પિતાને વચ્ચે બેસાડીને ચાર વાર પ્રદક્ષિણા કરીને એ વાતને સિદ્ધ કરી છે કે માતા-પિતા જ આપણું સમગ્ર બ્રહ્માંડ છે.

આજના સમયમાં પણ લોકો પોતાનાં માતા-પિતા ને પૂર્વજોને પૂજે છે. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની પરંપરા પણ છે. શ્રદ્ધાપૂર્વક પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે અને આ શ્રાદ્ધકર્મ કરવા માટે સૌથી વધારે ઉત્તમ સમય પિતૃપક્ષને માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં પિતૃપક્ષનો મહિમા

એવી માન્યતા છે કે શ્રાદ્ધપક્ષ દરમિયાન યમરાજ બધા જ પિતૃઓને મુક્ત કરે છે, જેથી તેઓ પોતાનાં સંતાન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરી શકે.

રાશિ અનુસાર પિતૃદોષના ઉપાયો

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમે તમારી રાશિ પ્રમાણે ઉપાયો કરી શકો છો. કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.

મેષ રાશિ
પીપળાના વૃક્ષને સવારે જળ સીંચવું તથા સાંજે દીવો કરવો.

વૃષભ રાશિ

નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી.

મિથુન રાશિ

કોઈ ગરીબ કન્યાના વિવાહમાં કે તે બીમાર હોય ત્યારે યથાશક્તિ મદદ કરવી.

કર્ક રાશિ

દૂધ તથા અડદમાંથી બનેલી વાનગીનું દાન કરવું.

સિંહ રાશિ

અન્ન અથવા પલંગનું દાન કરવું.

કન્યા રાશિ

શિવપૂજન કરવું અથવા ગીતાનો પાઠ કરવો.

તુલા રાશિ

સિંદૂર, તલ તેલ તથા અડદનું ગરીબને દાન કરવું.

વૃશ્ચિક રાશિ

કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.

ધન રાશિ

કુળદેવતાની પૂજા-અર્ચના કરવી જોઈએ.

મકર રાશિ

રુદ્ર પૂજન અથવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.

કુંભ રાશિ

પિતૃતર્પણ તથા ગીતા પાઠ કરો.

મીન રાશિ

ભગવાન ગણેશ અથવા હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો