શ્રાવણમાં શિવજી પર આનો અભિષેક કરવાથી પરિવારમાં છલકાશે સુખ-સમૃદ્ધિ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણમાં શિવજી પર આનો અભિષેક કરવાથી પરિવારમાં છલકાશે સુખ-સમૃદ્ધિ

શ્રાવણમાં શિવજી પર આનો અભિષેક કરવાથી પરિવારમાં છલકાશે સુખ-સમૃદ્ધિ

 | 11:35 am IST

દેવોના દેવ ગણાતા શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતે અને અલગ અલગ ચીજોથી અભિષેક કરવાનું મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવાયું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને મધ અભિષેકથી પરિવારમાં સંબંધો મધ જેવા મધુર રહેતા હોવાની માન્યતા છે અને પંડિતો પણ આ બાબતની પુષ્ટિ કરે છે.

શિવજીને બીલીપત્ર, મધ, તુલસી સહિતની ચીજો ચઢાવવામાં આવે છે. આમાં મધના અભિષેકને ખૂબ મહત્ત્વ અપાયું છે. એક માન્યતા એવી છે કે દેવ-દાનવો વચ્ચે સમુદ્ર મંથન બાદ નીકળેલું વિષ શિવજીએ પીધું હતું. આ વિષની અસર ઓછી કરવા માટે મધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મધની મીઠાશથી વિષનો પ્રકોપ ઓછો થયો હતો.

મધના અભિષેકનું મહત્ત્વ દર્શાવતા પંડિત રામકૃષ્ણ ઉપાધ્યાય કહે છે કે શિવજીને મધ ચઢાવવાથી ભક્તની મનની ઈચ્છાઓ પૂરી થાય છે. મધ અભિષેકથી પરિવારના સભ્યોમાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે સુમેળ, શાંતિ રહે છે. દાંપત્ય જીવન પ્રસન્નતાભર્યું રહે છે. મધને એટલા માટે મહત્ત્વ અપાય છે કે તે સંપૂર્ણપણે જૈવિક અર્થાત ચોખ્ખું હોય છે. મધ જેમ મીઠાશ પ્રસરાવે તેમ પરિવારમાં પણ મીઠાશ વધે છે. જોકે તેઓ મધ અભિષેક બાબતમાં અલગ મત ધરાવે છે.

તેમના કહેવા અનુસાર શિવજીને માત્ર મધનો અભિષેક કરવા કરતાં તેને પંચામૃતમાં નાખી ચઢાવવું જરૃરી છે. આજકાલ ચોખ્ખું મધ મળતું નથી. મધ સીધું ચઢાવતી વેળા કાળજી ન લેવાય તો શિવ પ્રતિમા પર કીડી ચડવાની કે ગંદકી થવાની સંભાવના રહે છે અને તે સારી નિશાની ગણાતી નથી. મધને બદલે ખીર પણ ચડાવી શકાય. આવું જ દૂધ બાબતમાં હોય છે. દૂધ ચોખ્ખું ન હોય તો અભિષેકનું પુણ્ય મળતું નથી.

પંડિત હરીશ જોશી પણ મધ અભિષેકને શિવજીને પ્રસન્ન કરવાનું માધ્યમ ગણાવે છે. મધ ચઢાવવાથી જાતકને સમાજમાં માન સન્માન મળે, પરિવારમાં પ્રેમ-લાગણી જળવાઈ રહે છે. ગૃહ કલેશ દૂર થાય છે. સુખ-શાંતિ જળવાય રહે છે. મધમાખી મધ પેદા કરતી હોય તે કુદરતી છે તેમજ શિવજીને ફૂલો પ્રિય છે. મધમાં જુદા જુદા ફૂલોની સુવાસ પણ જળવાતી હોય તે રીતે મધનું મહત્ત્વ વધી જાય છે.