Shravan Mas starting from 28th of July, thus please Lord Shiva
  • Home
  • Astrology
  • 28 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે શ્રાવણ માસ, ભગવાન શિવ આ રીતે થશે પ્રસન્ન

28 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે શ્રાવણ માસ, ભગવાન શિવ આ રીતે થશે પ્રસન્ન

 | 5:38 pm IST

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત આમ તો 27 જુલાઈથી થશે, પરંતુ ઉદયા તિથિમાં શ્રાવણનો પહેલો દિવસ 28 જુલાઈ 2018નાં રહેશે. આ કારણે વાસ્તવિક શ્રાવણની શરૂઆત ત્યારથી જ માનવામાં આવશે. ત્યારબાદ 26 ઑગષ્ટ 2018નાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હશે. 26 ઑગષ્ટે રવિવાર છે. આ માટે આ શ્રાવણમાં 4 સોમવાર હશે. જે લોકો શ્રાવણમાં વ્રત રાખશે તેમણે ફક્ત 4 દિવસ જ વ્રત કરવાનું રહેશે.

શ્રાવણ મહિનામાં દેવોનાં દેવ મહાદેવ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ સમયગાળામાં તેમની પૂજા-અર્ચના કરવાથી મનુષ્યની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ દરમિયાન ભગવાન શિવને ધતુરાનાં પુષ્પ અર્પિત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. આકડાનાં ફૂલ શિવને અર્પણ કરવાથી દીર્ઘ આયુની પ્રાપ્તિ થાય છે. એક લાખ બિલિપત્ર અર્પિત કરવાથી દરેક ઇચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે. મોગરાનાં ફૂલોથી સુંદર અને સંસ્કારી પત્ની પ્રાપ્ત થાય છે.

જો તમે ઇચ્છતા હોવ કે માતા અન્નપૂર્ણા તમારા ઘરથી ક્યારેય ન જાય તો ભગવાન શિવને જુહીના ફૂલ અર્પણ કરવા જોઇએ. તમારી મિલકત દિવસેને દિવસે વધતી રહે તે માટે ભગવાન શિવને હરસિંગાર ના ફૂલો અર્પણ કરો. આ ઉપરાંત તુલસીનાં પાન અને ચંપાનાં ફૂલ ચઢાવવાથી શિવ પ્રસન્ન થાય છે.