શ્રાવણમાં લાખો ભક્તોએ કર્યા સોમનાથના દર્શન, જાણો કેટલા કરોડનું મળ્યું દાન - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણમાં લાખો ભક્તોએ કર્યા સોમનાથના દર્શન, જાણો કેટલા કરોડનું મળ્યું દાન

શ્રાવણમાં લાખો ભક્તોએ કર્યા સોમનાથના દર્શન, જાણો કેટલા કરોડનું મળ્યું દાન

 | 2:24 pm IST

ભારતના બાર દિવ્ય જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યાં હતા. પવિત્ર શ્રાવણ માસની મંદિરમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થઈ હતી. દેશભરમાંથી આવતાં ભક્તો માટે મંદિરમાં દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવી હતી. તેમાં પણ ખાસ તહેવારના દિવસે મંદિરના કમાળ તેના નિયત સમય કરતાં વહેલા ખોલવામાં આવતાં જે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતાં. આ માસ દરમિયાન લાખો શિવભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી તો સાથે જ દાદાના ચરણોમાં દર વર્ષની જેમ કરોડોનું દાન ધરવામાં પણ આવ્યું છે.

આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં 7000થી વધારે ભક્તોએ મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લીધો હતો, જ્યારે દાદાના મંદિરે 161 ધજાઓ ચડી હતી. આ ઉપરાંત 6000થી વધુ ભક્તોએ રૂદ્રાભિષેકનો લાભ લીધો હતો. જો કે આ વર્ષે ભક્તોનો ધસારો વધતાં દાનની રકમમાં પણ ઉછાળો આવ્યો છે. આ વર્ષે સોમનાથ દાદાના ચરણોમાં અંદાજે 4 કરોડનો ચડાવો ચડ્યો હોવાનું જાણવા મળ્યું છે.