19 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યો છે આવો સંયોગ, ખાસ રહેશે શ્રાવણનો દરેક સોમવાર - Sandesh
  • Home
  • Astrology
  • 19 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યો છે આવો સંયોગ, ખાસ રહેશે શ્રાવણનો દરેક સોમવાર

19 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યો છે આવો સંયોગ, ખાસ રહેશે શ્રાવણનો દરેક સોમવાર

 | 9:43 am IST

ભગવાન શિવને શ્રાવણ માસ ખૂબ જ ગમે છે અને આ વર્ષે શ્રાવણનો મહિનો 28 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ માસ દરમિયાન શિવ ભક્તો સૌથી વધારે ભગવાન શિવની ભક્તિ કરે છે. માન્યતા પ્રમાણે શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી ભગવાન પોતાના ભક્તો પર વધારે ખુશ થાય છે, તેમની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ વખતે શ્રાવણ માસ ખૂબ જ ખાસ રહેવાનો છે. કેમ કે, આવો દુર્લભ સંયોગ 19 વર્ષ પછી બની રહ્યો છે.

આ વખતે શ્રાવણનો મહિનો 28 અથવા 29 દિવસનો નહી પણ 30 દિવસનો રહેશે. આવો સંયોગ 19 વર્ષ પછી બની રહ્યો છે. હકીકતમાં શ્રાવણનો 30 દિવસનો કારણ અધિકમાસ છે. આ મહિનામાં 4 સોમવાર હોવાને લીધે ખાસ સંયોગ બની રહ્યો છે.

ગત વર્ષે શ્રાવણ મહિનો 10 જુલાઈના રોજ શરૂ થયો હતો અને 7 ઓગસ્ટના દિવસે સમાપ્ત થઈ ગયો હતો, જેના કારણે શ્રાવણ મહિનો ફક્ત 29 દિવસનો જ હતો. એવું માનવામાં આવે છે કે, શ્રાવણ માસમાં વ્રત રાખી શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-મસૃદ્ધિ આવે છે. 11 ઓગસ્ટ 2018ના દિવસે હરિયાળી અમાસ મનાવવામાં આવશે, તે પછી હરિયાળી તીજનું વ્રત 13 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. નાગપાંચમનું પર્વ 15 ઓગસ્ટના રોજ અને 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવશે.