Shravan Special Recipe : Farali Khakhra
  • Home
  • Food & Travel
  • ઉપવાસમાં ટ્રાય કરો ઘરે જ બનાવેલા લૉ કેલેરીવાળા ફરાળી ખાખરા

ઉપવાસમાં ટ્રાય કરો ઘરે જ બનાવેલા લૉ કેલેરીવાળા ફરાળી ખાખરા

 | 2:15 pm IST

શ્રાવણ મહિનો એટલે ફરાળી વસ્તુઓ આરોગવાની મોસમ જામે. ઘણી બધી મહિલાઓ શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વસ્તુઓ બનાવતા હોય છે. તો ત્યારે આજે આવો અમે ફરાળી ખાખરાની રેસિપી લઇ આવ્યા છીએ.

સામગ્રી

1 વાટકો રાજગરાનો લોટ
1/2 વાટકો મોરૈયાનો લોટ
1/2 વાટકો સાબુદાણાનો લોટ
કોથમીર
લાલ મરચું 3-4 ટી સ્પૂન
હળદર 1 1/2 ટી સ્પૂન
મીઠું
તેલ 2 -3 ટી સ્પૂન મોણ માટે
પાણી

બનાવાની રીત

બઘા લોટ મીક્ષ કરી બધો મસાલો નાંખી લોટ બાંધવો. બહુ કઠણ નહી અને ઢીલો નહી એવો રોટલી જેવો લોટ બાંધો. ત્યારબાદ પાટલી પર પ્લાસ્ટિક મૂકી રોટલીની જેમ હળવેથી લોટ પાથરી વણવું. ત્યારબાદ અડધી કલાક સૂકાવા દેવું પછી ઘીમાં તાપે તેલ નાંખી શેકી લેવા અથવા દાબણીયેથી દબાવતા જવું અને શેકતા જવું. તો તૈયાર છે લો કેલરીવાળા ખાખરા. આ ખાખરા ઉપવાસ માટે બેસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન