Take benefit of Shravni purnima to happy in each and every way
  • Home
  • Astrology
  • શ્રાવણી પૂર્ણિમાએ આ ઉપાય કરાવે છે ધનલાભ અને સમૃદ્ધિની પ્રાપ્તિ

શ્રાવણી પૂર્ણિમાએ આ ઉપાય કરાવે છે ધનલાભ અને સમૃદ્ધિની પ્રાપ્તિ

 | 1:39 pm IST

પૂનમનું  વ્રત એ સૌભાગ્ય, સંતતિ અને લક્ષ્મી માટે સૌથી શ્રેષ્ઠ ફળ આપનારું છે. પૂનમનો ચંદ્રમાં સાક્ષાત મા દૂર્ગા સમાન છે. આથી અનેક સ્ત્રી પાંચ વર્ષની પૂજનનું વ્રત કરે છે. કેટલીક સ્ત્રીઓ તેની શરૂઆત જેઠ મહિનાની પૂનમ એટલે કે વટસાવિત્રી પૂનમથી શરૂ કરે છે પણ જો ત્યારે ન લઈ શકાયું હોય તો એ સિવાય શ્રાવણી પૂનમ અને શાંકભરી પૂર્ણિમાએ પણ આ વ્રત લઈ શકાય છે. 26મી ઓગસ્ટે પૂનમના દિવસે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. સાથે જ જે પુરુષોએ જનોઈ ધારણ કરી હોય છે તેઓ વિધિ-વિધાન સાથે જનોઈ પણ બદલશે.

શ્રાવણ માસની પૂજનનું જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર અસ્ત હોય અથવા નીચ સ્થાનમાં કે પછી શત્રુ રાશિમાં હોય તો તેવા લોકો પૂનમના દિવસે દૂધ, ચોખા, સફેદ કપડાંનું દાન કરી આ દોષમાંથી મુક્ત થઈ શકે છે. જેમની કુંડળીમાં ચંદ્ર શુભફળ આપતો હોય તે લોકો પણ પૂનમના દિવસે મોતી ધારણ કરી ચંદ્રને બળવાન બનાવી શકે છે. તેમજ ધન અને સમૃદ્ધિ મેળવવા માટે નીચે દર્શાવેલા ઉપાયો પણ કરી શકાય છે.

ખાસ ઉપાય
– ॐ ચં ચન્દ્રાય નમ:, ॐ સોં સોમાય નમ:, ॐ સોમેશ્વરાય નમઃ આ ત્રણેય ચંદ્રના મંત્રો છે તેમાંથી કોઈપણ એક મંત્રનો જાપ 108 વાર કરવો.
– મોટી બહેન, માતા કે ફઈને ઉપહાર આપવા.
– મહાલક્ષ્મી માતાના મંદિરમાં અથવા ઘરે લક્ષ્મી પૂજન કરી પાંચ મેવાથી બનેલી ખીર માતા લક્ષ્મીને અર્પણ કરવી. આ પ્રસાદને નાના બાળકોમાં વહેંચી દેવો.
– સફેદ મીઠાઈનો સમાવેશ ભોજનમાં કરવો અને રાત્રે ચંદ્રોદય પછી દૂધમાં ચોખા, કોઈપણ સફેદ ફુલ ઉમેરી અને ચંદ્રને અર્ધ્ય આપવો.
– જો તમારા કોઈ ગુરુ હોય તો તેમને રક્ષાસૂત્ર અવશ્ય બાંધવું અને તેમના આર્શીવાદ લેવા.