NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9175 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જાણો શ્રીકૃષ્ણે શા માટે જેલમાં લીધો જન્મ

જાણો શ્રીકૃષ્ણે શા માટે જેલમાં લીધો જન્મ

 | 4:47 pm IST

શ્રીકૃષ્ણના જન્મની કથા વિશે સૌ કોઈ જાણતું હશે, અધર્મી કંશનો નાન કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે શ્રીકૃષ્ણે મનુષ્યના રૂમાં અવતાર લીધો હતો. પૌરાણિક કથા અનુસાર કૃષ્ણના અવતાર પાછળ એક શીખ પણ છુપાયેલી છે. ધર્મ અને ન્યાયની સ્થાપના માટે શ્રીકૃષ્ણે જન્મ લીધો અને તુરંત જ તેમને પોતાના માતા-પિતાથી દુર જવું પડ્યું.

શ્રીકૃષ્ણને દેવકીના ગર્ભથી જન્મ લીધો પણ તેનું લાલન-પાલન માતા યશોદાએ કર્યું તેની પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે. દેવકી તેના પૂર્વજન્મમાં ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને તેની ઈચ્છા હતી કે તેને ભગવાન વિષ્ણુ જેવા જ સંતાનની પ્રાપ્તિ થાય. તે જન્મમાં તેની ઈચ્છા પુરી ન થઈ શકી ત્યારે ભગવાને તેને વરદાન આપ્યું કે દ્વાપર યુગમાં તે કૃષ્ણના રૂપમાં અવતરીત થશે અને તેનો જન્મ દેવકીના ગર્ભમાંથી થશે. આમ ભગવાન વિષ્ણુએ તેમના વરદાનને ફલિત કરવા માટે દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો.