When Shreesanth Spot With Call Girl, Wife Of Shreesanth Speaking About The Incident
  • Home
  • Entertainment
  • લગ્નનાં 6 વર્ષ બાદ શ્રીસંતની પત્ની બોલી, “જ્યારે કૉલ ગર્લ સાથે…”

લગ્નનાં 6 વર્ષ બાદ શ્રીસંતની પત્ની બોલી, “જ્યારે કૉલ ગર્લ સાથે…”

 | 6:23 pm IST

‘બિગ બૉસ-12’ની ફાઇનલ સુધી પહોંચીને શ્રીસંત ટ્રોફી જીતવાનું ચુકી ગયો હતો, પરંતુ તેને આ વાતનો અફસોસ નથી. શ્રીસંતનું કહેવું છે કે દીપિકા તેની બહેનનાં જેવી છે આવામાં જો તે વિનર બની છે તો તેના માટે એટલી જ ખુશીની વાત છે. અત્યારે શ્રીસંત કલર્સ પર આવતા રીયાલિટી શૉ ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી રહ્યો છે. શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી કુમારી પણ સતત પતિનો સપોર્ટ કરી રહી છે.

શ્રીસંત અને ભુવનેશ્વરી કુમારીએ 2013માં લગ્ન કર્યા હતા

હવે ભુવનેશ્વરી કુમારી પોતાની જિંદગી સાથે જોડાયેલી વાતો શેર કરી છે. ભુવનેશ્વરીએ જણાવ્યું કે, “વર્ષ 2013માં એવા સમાચાર આવ્યા હતા કે શ્રીસંત કૉલ ગર્લ સાથે પકડાઇ ગયો છે અને તેના રૂમમાંથી કૉન્ડોમનાં પેકેટ પણ મળ્યા છે. ત્યારે મારા પિતાએ કહ્યું કે તુ બીજીવાર વિચારી શકે છે. તુ હજુપણ આની સાથે લગ્ન કરવા માંગે છે?” ત્યારે ભુવનેશ્વરીએ પોતાના પિતાને કહ્યું હતુ કે, “હું શ્રીસંતને સારી રીતે ઓળખું છું. આ પ્રકારનાં સમાચારોથી મને કોઇ ફરક નથી પડતો.” લગભગ 6 વર્ષ ડેટ કર્યા પછી શ્રીસંત અને ભુવનેશ્વરી કુમારીએ 2013માં લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો અને એક દીકરી છે.

….આખરે રોહિત શેટ્ટીને કઇ રીતે ખબર પડી કે શ્રીસંત ‘બિગ બૉસ’ હારી ગયો!

બીજી તરફ ‘બિગ બૉસ’ ખત્મ થતા જ શ્રીસંત અત્યારે ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આને લઇને પણ ઉગ્ર ચર્ચા થઈ રહી છે. શૉને રોહિત શેટ્ટી હૉસ્ટ કરી રહ્યા છે. આની શૂટિંગ જુલાઈમાં પૂર્ણ થઇ હતી, જ્યારે ‘બિગ બૉસ’ની ફાઇનલ 30 ડિસેમ્બરનાં રોજ થઈ. આવામાં રોહિત શેટ્ટીનાં એક નિવેદનને લઇને શ્રીસંતનાં ફેન્સ ચોંકી ગયા છે. ‘ખતરોં કે ખિલાડી’ શૉનાં પ્રીમિયર એપિસોડમાં રોહિત શેટ્ટી કહે છે કે, “શ્રીસંત મે જોયું કે તમે કેટલાક વૉટથી જ ટ્રોફી હારી ગયા.” આવામાં યૂઝર્સે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે કે આખરે રોહિત શેટ્ટીને કઇ રીતે ખબર પડી કે શ્રીસંત ‘બિગ બૉસ’ હારી ગયો છે, જ્યારે આ શૉનું શૂટિંગ તો પહેલા જ પૂર્ણ થઇ ગયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.