Shrenu Parikh: I drove down from Mumbai to Vadodara with all permits
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટીવીની આ હોટ અભિનેત્રીને શાંતિ થઈ, કાર ચલાવીને મુંબઈથી વડોદરા પોતાના ઘરે પહોંચી ગઈ

ટીવીની આ હોટ અભિનેત્રીને શાંતિ થઈ, કાર ચલાવીને મુંબઈથી વડોદરા પોતાના ઘરે પહોંચી ગઈ

 | 8:32 am IST

હાલમાં કોરોનાના કારણે ઘણા સેલેબ્સ પોતાના ઘરથી દુર દેશ-વિદેશમાં ફસાયેલા છે. ત્યારે ગુજરાતની રહેવાસી અને ટીવીની ફેમસ અભિનેત્રી શ્રેણુ પરીખ પણ આ જ રીતે ફસાઈ હતી અને હવે તે વડોદરા પોતાના ઘરે પહોંચી ગઈ છે. ત્યારે મીડિયા સમક્ષ તેણે સમગ્ર હકીકત જણાવી હતી. અભિનેત્રીએ કહ્યું કે, 15 માર્ચે હું USAથી આવી ત્યારથી મારા મમ્મી-પપ્પા ચિંતાતુર હતા. મેં પરમિશન માટે ઓનલાઈન અપ્લાય કર્યું હતું. સદનસીબે અમને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફથી ટ્રાવેલિંગની પરવાનગી મળી ગઈ.

આગળ વાત કરતાં અભિનેત્રી બોલી કે-આ મહિનાની શરૂઆતમાં જ અમને સરકારે ટ્રાવેલિંગની મંજૂરી આપી હતી. 6 મેના રોજ હું મારા બે મિત્રો સાથે વડોદરા પહોંચી. 20 તારીખે બુધવારે જ મે મારો 14 દિવસનો ક્વૉરન્ટીન સમય પુરો કર્યો. કઈ રીતે પહોંચ્યા એના વિશે વાત કરતાં શ્રેણુ બોલી કે- મેં અને મારી ફ્રેન્ડે વારાફરથી મારી કાર ચલાવી હતી. અમે વહેલી સવારે મુંબઈથી નીકળવા માગતા હતા પરંતુ કારના બે ટાયર પંચર હતા. પંચર કરાવ્યા પછી સવારે લગભગ 9.30ની આસપાસ અમે મુસાફરી શરૂ કરી હતી. બપોર સુધીમાં વડોદરા પહોંચ્યા હતા.

શ્રેણુએ આગળ જણાવ્યું-ઘરે પહોંચ્યા પછી હું તરત જ સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગઈ. હું મારા ઘરના પહેલા માળે રહેતી હતી. મારા આવતા પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી દેવાઈ હતી. એટલે તેઓ આવીને મારું હેલ્થ ચેકઅપ કરી ગયા હતા. તેમણે નિયમિત રીતે મારી તબિયતનું ફોલોઅપ લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન