Shreyas Iyer Talking About MS Dhoni Kohli And Rohit
  • Home
  • Sports
  • Cricket
  • આ ખેલાડીને ભારતીય ટીમમાં મળી શકે છે તક, ધોની-કોહલી અને રોહિતની આ ખૂબીનો છે ફેન

આ ખેલાડીને ભારતીય ટીમમાં મળી શકે છે તક, ધોની-કોહલી અને રોહિતની આ ખૂબીનો છે ફેન

 | 11:34 pm IST

ભારતીય ક્રિકેટ ટીમે આવતા મહિને વેસ્ટઇન્ડીઝનો પ્રવાસ કરવાનો છે. ટીમ ઇન્ડિયામાં આઈસીસી વિશ્વ કપ પછી કેટલાક બદલાવ થઇ શકે છે. કેટલાક નવા ચહેરાઓ ટીમમાં આવી શકે છે અથવા કેટલાક પુનરાગમન કરી શકે છે. આમાં એક નામ શ્રેયસ ઐયરનું છે. 24 વર્ષનો આ ખેલાડી અત્યારે વેસ્ટઇન્ડીઝમાં રમી રહ્યો છે. મનીષ પાંડેની કેપ્ટનશિપવાળી ભારત-એ ટીમમાં ઐયર નંબર-3 પર બેટિંગ કરી રહ્યો છે. ભારત-એ અને વેસ્ટઇન્ડીઝ-એ વચ્ચે લિસ્ટ-એની સીરીઝ રમાઇ રહી છે.

ટીમ ઇન્ડિયામાં જગ્યા મળસે તેની આશા

શ્રેયસ ઐયર ભારત-એ તરફથી વેસ્ટઇન્ડીઝ-એની સામે નંબર-3 પર 77 અને 47 રનની ઇનિંગ રમી ચુક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ જ્યારે વેસ્ટઇન્ડીઝ પ્રવાસે જશે ત્યારે કેપ્ટન કોહલીને રેસ્ટ આપવામાં આવી શકે છે. આવામાં નંબર-3નો સ્લોટ ખાલી થઇ શકે છે. શ્રેયસ ઐયર આશા કરી રહ્યો છે કે તેને ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે.

ઇંતઝાર બહુ થયો, હવે તક મળવી જોઇએ

ટીમમાં પસંદ થવાનાં પ્રશ્ન પર શ્રેયસ ઐયર કહે છે કે, “હું અત્યારે ભારત-એ માટે વેસ્ટઇન્ડીઝમાં રમી રહ્યો છું. હું સારું રમવાનો પ્રયત્ન કરીશ. એ ટીમનું પ્રદર્શન પણ મહત્વ રાખે છે. ત્યાંની પરિસ્થિતિ અને ઝડપી બોલરોનાં કારણે થોડો દબાવ હશે, પરંતુ દબાવમાં હું સારું રમુ છું. આ એક સારી તક છે. આમ પણ હવે બહુ ઇંતઝાર થઇ ગયો. હવે મને તક મળવી જોઇએ.” તેણે કહ્યું કે, મારું લક્ષ્ય ગત પ્રદર્શનમાં સુધારો કરવાનું છે. હું ખેલાડી તરીકે પરિપક્વ થયો છું અને જવાબદાર છું. હું લાંબી ઇનિંગ રમવાનો પ્રયત્ન કરું છું.”

વિરાટમાં રનોની ભૂખ, ધોની દબાવમાં પણ શાંત અને રોહિત સૌથી અલગ બેટ્સમેન

શ્રયસ ઐયરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશે કહ્યું કે, “જો તમે વિરાટ કોહલીને જુઓ તો તેનામાં રનોની ભૂખ ઘણી છે. તમે તેની બેટિંગમાં આ જોઇ શકો છો. હું પણ મારી બેટિંગમાં રનોની ભૂખ પેદા કરવા ઇચ્છુ છું.” એમએસ ધોની વિશે ઐયરે કહ્યું કે, “જો તમે એમએસ ધોનીને જોશો તો તેઓ દબાવમાં પણ ઘણા જ શાંત રહે છે અને તેમનું ધ્યાન ફક્ત રમત પર હોય છે.” રોહિત શર્મા વિશે ઐયરે કહ્યું કે, “રોહિત શર્મા ઘણો જ પ્રતિભાશાળી છે. તેની પાસે શૉટ રમવા માટે ઘણો સમય છે. તે રમતને સરળ બનાવી દે છે. તે બીજા બેટ્સમેનો કરતા ઘણો અલગ છે. તમે તેને જ્યારે જુઓ તો બેટિંગ સરળ લાગે છે. તેની બેટિંગ જોવા માટે બેસ્ટ સીટ નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભા રહેવું છે.”

ઐયર કહે છે કે, “આ માટે જો આ 3 ખુબીઓ મારામાં આવી જાય તો આ મારા માટે ઘણી મદદગાર રહેશે. જો તમે સારુ પ્રદર્શન કરવા ઇચ્છો છો તો તમારામાં આ ખુબીઓ હોવી જોઇએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન