shri ram mandir Darshan in vastral BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ શ્રી રામ મર્યાદા પુરષોત્તમ મંદિરના, Video

દર્શન કરો અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ શ્રી રામ મર્યાદા પુરષોત્તમ મંદિરના, Video

 | 9:19 am IST

ભગવાન રામ એ હિંદુ ધર્મના લોકો માટે આસ્થાનુ પ્રતિક છે. ભગવાન રામ જે વિષ્ણુના સાતમાં અવતાર છે. જેથી જ ગુજરાતમાં અનેકો રામ મંદિર આવેલા છે જ્યાં ભક્તો ખુબ જ આસ્થા ધરાવે છે.અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ છે અયોધ્યા ધામ.જેમાં ભગવાન રામ,માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે છે બિરાજીત.આ રામજી મંદિરમાં ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યુ છે.

આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2012માં કરવામાં આવી હતી.આ મંદિર બનાવવાનો વિચાર ત્યાં આસપાસના રહીશોને 10 વર્ષ પહેલા એટલે કે 2002માં આવ્યો અને તેમણે વસ્ત્રાલમાં કોઈ પણ રામજી મંદિર ન હોવાથી એક મંદિર બનાવવાનો વિચાર કર્યો.

પહેલા માત્ર એક નાનુ મંદિર બનાવવાનુ આયોજન હતુ પરંતુ લોકોની શ્રદ્ધા અને આસ્થા આ વિચાર સાથે જોડાઈ અને મોટા પ્રમાણમાં લોકોના સાથ સહકારથી એક વિશાળ રામજી મંદિર આજે અસ્તિત્વ ધરાવે છે.

આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ભલે રામજી મંદિર હોય પરંતુ આપને આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થાય છે..જેમાં રામ અને સીતાની મૂર્તિની એક બાજુ રાધા કૃષ્ણ તો બીજી બાજૂ માતાજી સ્થાપિત કરવામાં આવ્યા છે.તો આખા મંદિરમાં જલારામ બાપ્પા, ભગવાન સ્વામિ નારાયણ, તિરૂપતિ બાલાજીના પણ દર્શન થાય છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન