શ્રીદેવીનાં કાકાએ કર્યા ચોંકાવનારા ખુલાસા, બોની કપૂર સાથે શ્રીદેવી નહોતા ખુશ? - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીનાં કાકાએ કર્યા ચોંકાવનારા ખુલાસા, બોની કપૂર સાથે શ્રીદેવી નહોતા ખુશ?

શ્રીદેવીનાં કાકાએ કર્યા ચોંકાવનારા ખુલાસા, બોની કપૂર સાથે શ્રીદેવી નહોતા ખુશ?

 | 6:38 pm IST

બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુનાં નિધનને કારણે સમગ્ર દેશ હતપ્રત રહી ગયો હતો. શ્રીદેવીનો પરિવાર, પ્રશંસક અને બોલિવુડ ઇન્ડસ્ટ્રી ધીરેધીરે આ દુ:ખદ ઘટનામાંથી બહાર આવી રહ્યા છે. શ્રીદેવીનાં મોત પર અનેક અફવાઓએ પણ જોર પકડ્યું હતું.

આવામાં શ્રીદેવીનાં કાકા વેણુગોપાલ રેડ્ડીએ એક ઇન્ટરવ્યુમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે કહ્યું કે, “બોની કપૂરને કારણે શ્રીદેવી ઘણુ દુ:ખ ભર્યુ જીવન જીવી રહી હતી. તે બોની કપૂરની સાથે ખુશ નહોતી.” તેમણે કહ્યું કે, “શ્રીદેવીની માં બોની કપૂરને ક્યારેય પસંદ કરતી નહોતી. તે શ્રીદેવીનાં બોની કપૂર સાથેનાં લગ્નથી પણ ખુશ નહોતા. તેઓ નહોતા ઇચ્છતા કે તેમની દીકરી બોની કપૂર સાથે લગ્ન કરે. લગ્ન બાદ શ્રીદેવી તેમના પરિવારની ક્યારેય નજીક નહોતા રહી શક્યા.”

શ્રીદેવીનાં કાકાનાં જણાવ્યા અનુસાર “શ્રીદેવીની માં બોની કપૂરને જરા પણ પસંદ કરતી નહોતી. શ્રીદેવીની માંએ આ વિશે પોતાના પરિવાર સાથે પણ વાત કરી હતી, પરંતુ ત્યાં સુધી બંનેએ લગ્ન કરી લીધા હતા. જ્યારે પણ બોની તેમના ત્યાં આવતા તો શ્રીદેવીની માં ખરાબ વ્યવહાર કરતી હતી. અમને ખબર પડી હતી કે બોની કપૂરને તેમની કેટલીક ફિલ્મોમાં ઘણું નુકશાન થયું હતું. નુકશાન ચુકવવા માટે તેમણે શ્રીદેવીની કેટલીક સંપત્તિ પણ વેચી હતી અને આ વાતનું શ્રીદેવીને હંમેશા દુ:ખ રહ્યું હતું. શ્રીદેવી દુનિયા સામે હસતી પરંતુ અંદર ઘણું દુ:ખ છુપાવીને રાખ્યું હતું. બોની કપૂરે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે ક્યારેય રિલીઝ નહોતી થઇ. બોની કપૂરનાં કેટલાક સંબંધીઓ સાથે પણ શ્રીદેવીનાં સંબંધો સારા નહોતા. જ્યારે અમારા કેટલાક સંબંધીઓ શ્રીદેવીને મળવા જતા હતા ત્યારે તે હંમેશા પોતાની દીકરીઓ માટે ચિંતા કરતી. તે ખુશી અને જ્હાન્વીને લઇને ઘણી પ્રોટેક્ટિવ હતી. શ્રીદેવી હંમેશા સુંદર રહેવા ચાહતી હતી અને તેણે પોતાના નાકની ઘણી વખત સર્જરી કરાવી હતી.”