શ્રીદેવીને યાદ કરીને પ્રિયંકાએ ખોલ્યું પોતાનું એક સિક્રેટ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીને યાદ કરીને પ્રિયંકાએ ખોલ્યું પોતાનું એક સિક્રેટ

શ્રીદેવીને યાદ કરીને પ્રિયંકાએ ખોલ્યું પોતાનું એક સિક્રેટ

 | 8:01 pm IST

બોલિવુડની ચાંદની શ્રીદેવીની વિદાયને કારણે ફિલ્મ જગતમાં ગમગીની છવાઇ ગઇ છે. શ્રીદેવીને અંતિમ વિદાય આપવા માટે સમગ્ર બોલિવુડ ઉમટી પડ્યું હતું. ઘણાં બોલિવુડ કલાકારોએ શ્રીદેવીનાં નિધનનું દુ:ખ સોશ્યલ મીડિયા પર પણ વ્યક્ત કર્યું હતું.

શ્રીદેવીનાં મોતનો આંચકો અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ લાગ્યો છે. તેના માટે આ ખબરને સત્ય માની લેવી મુશ્કેલ ભર્યું હતું. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા દ્વારા શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ શ્રીદેવી સાથે જોડાયેલું એક રહસ્ય જણાવ્યું હતું.

સૂત્રોનાં કહ્યા પ્રમાણે પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે, “હું બાળપણથી શ્રીદેવીને પસંદ કરું છું. મારા અભિનેત્રી બનવા પાછળનું એક કારણ શ્રીદેવી પણ છે. જ્યારે તેમનાં મૃત્યુનાં સમાચાર મળ્યા ત્યારે મને આ વાત પર વિશ્વાસ નહોતો થયો. આ સમયે હું તેમના ગીતો, ફિલ્મ અને અદભુત સીન વારંવાર નિહાળતી રહી. શ્રીદેવીનો દર્શકોની સાથે એક મજબુત લગાવ હતો અને તે આપણા દરેક માટે ખાસ પળ છોડીને વિદાય પામ્યા. દરેક લોકો તેમના જેવા બનવા ઇચ્છે છે. તેઓ ફની, ચાઇલ્ડીશ અને સિરિયસ દરેક પ્રકારનાં પાત્રો ખુબ જ સુંદર રીતે નિભાવતા હતા. તેઓ એવી ચીજ છોડીને ગયા છે કે લોકો વર્ષો સુધી તેમને યાદ રાખશે. ચાંદની એક પરી હતી અને પરીઓ ક્યારેય મરતી નથી, તે આકાશમાં ચમકતી રહે છે.”

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડા અત્યારે હૉલિવુડનાં શૉ ‘ક્વાંટિકો સીઝન 3’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.