શ્રીદેવીનાં મોતને લઇને કેમ ચુપ રહી તેમની બહેન, આ છે કારણ? - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીનાં મોતને લઇને કેમ ચુપ રહી તેમની બહેન, આ છે કારણ?

શ્રીદેવીનાં મોતને લઇને કેમ ચુપ રહી તેમની બહેન, આ છે કારણ?

 | 7:15 pm IST

શ્રીદેવીનાં મોતનાં સમાચાર મળતા જ તેમનો પરિવાર, ચાહકો અને સમગ્ર બોલિવુડ આઘાતમાં હતું. પ્રધાનમંત્રીથી લઇને દરેક સેલિબ્રિટીએ શ્રીદેવીનાં મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ઑસ્કારનાં મંચ પર પણ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ બધા વચ્ચે શ્રીદેવીનાં બહેન શ્રીલતાએ શ્રીદેવીનાં મોત પર મૌન સેવેલુ રાખ્યું હતું. શ્રીદેવીનાં મોત પર ના તો તેમણે કોઇ નિવેદન આપ્યું કે ના તો તેઓ કેમેરાની સામે આવ્યા હતા.

નોંધનીય છે કે શ્રીલતા એ લોકોમાંથી છે જેમણે શ્રીદેવીનાં મોત પહેલા શ્રીદેવી સાથે કેટલોક સમય પસાર કર્યો હતો. દુબઇમાં શ્રીદેવીનાં મૃત્યુનાં લગભગ 2 દિવસ પહેલા બંને બહેનોની મુલાકાત થઇ હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર અભિનેતા મોહિત મારવાહનાં લગ્ન પછી કપૂર ખાનદાન યુએઇથી પરત આવ્યું ત્યારે શ્રીદેવી દુબઇ રહ્યા હતા અને તેમણે પોતાના બહેન સાથે ત્યાં મુલાકાત કરી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર શ્રીલતાને તેમની બહેનનાં મોતને લઇને મૌન રહેવા કહેવામાં આવ્યું છે. કપૂર પરિવાર સાથે જોડાયેલા નજીકનાં સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, “શ્રીલતાને આ મામલે ચુપ રહેવા અને સમગ્ર ઘટનાથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું. આના પાછળનું કારણ અમને નથી ખબર. અમે સાંભળ્યું છે કે શ્રીલતાનાં પતિ સતીશને ચેન્નઇ સ્થિત શ્રીદેવીનાં બંગલાનો હક પણ મળશે.”

શ્રીદેવી અને તેમની બહેન શ્રીલતાનાં સંબંધો ઘણા મજબૂત હતા, પરંતુ 1990માં એક પ્રોપર્ટીને લઇને બંનેનાં સંબંધોમાં કડવાશ આવી હતી. જો કે વર્ષ 2013માં શ્રીદેવીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારથી તેમના સંબંધો સુધર્યા હતા.

શ્રીદેવીનાં પતિ બોની કપૂર, તેમની દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર 11 માર્ચનાં રોજ ચેન્નઇમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવા જઇ રહ્યા છે. આ પ્રાર્થના સભામાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં નામી કલાકારો પહોંચશે તેવી સંભાવના છે.