Photos : પોતાની ફેવરિટ શ્રીદેવીના અંતિમ દર્શન માટે ઊમટ્યું બોલિવુડ, જુઓ કોણ કોણ આવ્યું - Sandesh
NIFTY 10,741.10 +0.00  |  SENSEX 35,432.39 +0.00  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : પોતાની ફેવરિટ શ્રીદેવીના અંતિમ દર્શન માટે ઊમટ્યું બોલિવુડ, જુઓ કોણ કોણ આવ્યું

Photos : પોતાની ફેવરિટ શ્રીદેવીના અંતિમ દર્શન માટે ઊમટ્યું બોલિવુડ, જુઓ કોણ કોણ આવ્યું

 | 11:20 am IST

બોલિવુડની પહેલી લેડી સુપરસ્ટાર શ્રીદેવીના આજે બપોરે 3.30 કલાકે અંતિમ સંસ્કાર કરાશે. અંતિમ દર્શન માટે તેમના નશ્વર દેહને અંધેરી સેલિબ્રેશ સ્પોર્ટસ ક્લબમાં રાખવામાં આવ્યું છે અને ત્યાંથી જ બપોરે બે વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.

ઐશ્વર્યા રાય, જયા બચ્ચન અને શ્વેતા નંદા એકસાથએ શ્રીદેવીના અંતિમ દર્શન માટે સ્પોર્ટસ ક્લબ પહોંચ્યા. અજય દેવગણ પણ પત્ની કાલોજ સાથે આવ્યો હતો. માધુરી દિક્ષીત પતિ રામ નેને સાથે પહોંચી હતી. તો બીજી તરફ, સવારથી અનેક સેલિબ્રિટીઝ આવી ચૂકી છે. જેમાં સુસ્મિતા સેન, સુભાષ ઘઈ, તબ્બુ, નીલિમ અઝીઝ, સોનમ કપૂર, આનંદ આહુજા, જાવેદ અખ્તર, શબાના આઝમી, મનીષ મલ્હોત્રા, અરબાઝ ખાન, ફરાહ ખાન પણ પોતાની ફેવરિટ એક્ટ્રેસને છેલ્લીવાર જોવા આવ્યા હતા.

તો મોડી રાત્રે જ્યારે શ્રીદેવીનો નશ્વર દેહ દૂબઈથી આવ્યો, ત્યાર બાદ રાત્રે જ રજનીકાંત, સલમાન ખાન અને શાહરૂખ સહિતની હસ્તીઓ બોની કપૂરના ઘરે પહોંચી હતી. રાતથી જ તેમના ઘરની બહાર મોટી સંખ્યામા લોકો ઉમટ્યા છે.